તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 25th September 2025
વાવડી ગણેશ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં દરોડોઃ તીનપતીનો જુગાર રમતા નવ પકડાયા
તાલુકા પોલીસના એ.એસ.આઇ. હરપાલસિંહ જાડેજા, કોન્સ. કુલદીપસિંહ જાડેજા, શિવભદ્રસિંહ ગોહિલ અને મયુરસિંહ જાડેજાની બાતમીઃ રૂા. ર૬ હજારની રોકડ કબ્જે

રાજકોટ, તા. રપ : વાવડી નજીક ગણેશ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં કેટાલક શખ્સો જુગાર રહતા હોવાની બાતમી મળતા તાલુકા પોલીસે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા નવ શખ્સોને પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ વાવડી નજીક ગણેશ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી ગાંધીગ્રામ પોલીસ મથકના એ.એસ. આઇ. હરપાલસિંહ જાડેજા, કોન્સ. કુલદીપસિંહ જાડેજા, શિવભદ્રસિંહ ગોહિલ અને મયુરસિંહ જાડેજાને બાતમી મળતા સ્ટાફ સાથે ગણેશ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં દરોડો પાડી તીનપતિનો જુગાર રમતા મુળ ઉત્તરપ્રદેશ હાલ રાજકોટ ગોંડલ ચોકડી નજીક કારખાનાની ઓરડીમાં રહેતો ન્યપાલસિંહ ભગવાનદાસભાઇ અહિરવાલ, વાવડી ઇન્ડસ્ટ્રીઝ એરીયા પટેલ ચોક પાસે કારખાનામાં રહેતો સતીષ રાજમનીભાઇ મોર્ય, કોઠારીયા ગામ પાસે કારખાનામાં રહેતો રાજુ લક્ષ્મણભાઇ રામ, વિનય મીશ્રીલાલ યાદવ, લોઠડા ગામ પાસે કારખાનામાં રહેતો રાકેશ રામફેર સોનકર, ગુંદાસર ગામ પાસે અવંતીકા સોસાયટીના શ્યામજી ગોવિંદ નારાયણ મિશ્રા, લોઠડા ગામ પાસે કારખાનામાં રહેતો શીવ લબેદીભાઇ સોથકર, દોઢસો ફુટ રોડ, તીરૂપતી સોસાયટી શેરી નં. ૪ ના ધરેન્દ્ર અચ્છેલાલ કુર્મી અને મુળ અમદાવાદ હાલ વાવડી ઇન્ડસ્ટ્રીઝ એરીયાના કારખાનામાં રહેતો સુધાંશુ સંજયભાઇ દીક્ષિતને પકડી લઇ રૂા. ર૬,૭૦૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી. આ કામગીરી પીઆઇ ડી. એમ. હરીપરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી. આર. ભરવાડ, એ. એસ. આઇ. હરપાલસિંહ જાડેજા, હેડ કોન્સ. કૌશેન્દ્રસિંહ ઝાલા, અજયભાઇ ભુંડીયા, અક્ષયભાઇ નાથાણી, કોન્સ. ભીખુભાઇ મૈયડ, મયુરસિંહ જાડેજા, જયપાલસિંહ સરવૈયા, શિવભદ્રસિંહ ગોહીલ, ઉગાભાઇ બાળા, બળભદ્રસિંહ જાડેજા, નિકુંજભાઇ મારવીયા, કુલદિપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.
(2:22 PM IST)










