<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th September 2025

ધર્મેન્‍દ્ર રોડ- લાખાજીરાજ રોડ ઉપર ફરી દબાણે ઘર કર્યું: વેપારીઓ- આગેવાનો મ્‍યુ.કમિશનર પાસે દોડયા

મુખ્‍ય બજારોમાં લારી- પાથરણાવાળાઓનો ત્રાસ ફુલ્‍યો- ફાલ્‍યોઃ દુકાનદારો ત્રાહિમામ

રાજકોટ તા.રપઃ શહેરની મુખ્‍ય બજાર એવા ધર્મેન્‍દ્ર રોડ, લાખાજી રાજ રોડ માર્કેટના વેપારીઓ- આગેવાનો આજે સાંજે મ્‍યુ.કમિશનરને મળી લારી- પાથરણવાળાના ત્રાસ અંગે રજુઆત કરનાર છે.

ધર્મેન્‍દ્ર રોડ- લાખાજીરાજ રોડ માર્કેટમાં દુકાનોની આગળ ફેરીયાઓએ અડીંગો જમાવી દબાણ કરતા વેપારીઓનો વેપાર ઘટયો છે. તહેવારોની સીઝન શરૂ થઇ ગઇ છે. ગ્રાહકો આવવા લાગ્‍યા છે ત્‍યારે પાથરણા અને લારીઓની મુશ્‍કેલી ફરી ઉભી થતા વેપારીઓ- આગેવાનો દ્વારા તંત્રનો દરવાજો ખટખટાવવામાં આવ્‍યો છે.અગાઉ પણ વેપારીઓ- આગેવાનો દ્વારા મ્‍યુ.કમિશનરને આ અંગે રજુઆત કરી હતી. તે સમયે ઉગ્ર આંદોલનની ચિમકી પણ ઉચ્‍ચારવામાં આવી હતી. તે સમયે ધારાસભ્‍ય તથા અધિકારીઓની દરમિયાનગીરીથી મામલો થાળે પડયો હતો. અને પોલીસ તથા મનપા દ્વારા પેટ્રોલીંગ કરી દબાણ દુર કરાયા હતા. જો કે થોડા દિવસ પેટ્રોલીંગ બાદ સ્‍થિતિ ફરી જેૈસે જેવી થઇ ગઇ હતી.

નવરાત્રી ચાલી રહી છે અને દિવાળી પણ સાવ નજીક હોય મુખ્‍ય બજારના વેપારીઓની હાલત દબાણના કારણે કફોડી બની ગઇ છે.

(3:58 PM IST)