તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 25th September 2025
મનપાની પ્રથમ પહેલ : પ૧ શકિતપીઠના નામથી મનપા વૃક્ષારોપણનું વાવેતર કરાશે
શહેરમાં જુદા જુદા સ્થળોએ વૃક્ષારોપણનું આયોજન : કાલે વોર્ડ નં. ૧૧ ગાર્ડન પ્લોટ, એવરેસ્ટ હિલ પાસે મવડી-કણકોટ રોડ ખાતેથી વૃક્ષોનું વાવેતર કરી યોજનાનો શુભારંભ કરવામાં આવશે

રાજકોટ, તા. રપ : મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, બાગ બગીચા અને ઝૂ સમિતિ ચેરમેન સોનલબેન સેલારાએ જણાવ્યું હતું. પવિત્ર નવરાત્રી પર્વના દિવસોમાં ૫૧ શક્તિપીઠના નામથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલ તા.૨૬-૦૯-૨૦૨૫ને શુક્રવારના રોજથી વળક્ષારોપણનું વાવેતર કરી પદાધિકારીઓ-અધિકારીઓ નવદુર્ગા માતાજીની ઉપાસના કરશે. રાજકોટના જુદા-જુદા સ્થળોએ ૫૧ શક્તિપીઠના નામથી વળક્ષારોપણ કરવાનું આયોજન કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે આવતીકાલ તા.૨૬ના વોર્ડ નં.૧૧ ગાર્ડન પ્લોટ, એવરેસ્ટ હિલ પાસે, મવડી-કણકોટ રોડ ખાતેથી વળક્ષારોપણનું વાવેતર કરી શુભારંભ કરવામાં આવશે. તેમ
મહાનગરપાલિકા દ્વારા એક પેડ માં કે નામ ૨.૦ અભિયાન અંતર્ગત જુદા જુદા સ્થળોએ વુક્ષોનું રોપણ કરવામાં આવશે. સમગ્ર જીવ સળષ્ટિનું સર્જન પર્યાવરણમાંથી થયું છે, આપણે સૌ પર્યાવરણનો જ એક ભાગ છીએ. તેથી પર્યાવરણ છે તો આપણે છીએ એવું કહેવામાં કંઈ અતિશ્યોક્તિ નથી. આપણા ઋષિ મુનિઓ અને ધર્મસ્થાપકોએ પણ પર્યાવરણના દાયરામાં રહીને લાંબુ આયુષ્ય ભોગવ્યું હોવાના અનેક દાખલા જોવા મળે છે. આજે માણસ પર્યાવરણથી વિમુખ થવાથી અનેક રોગોનો ભોગ બનેલ છે.
મહાનગરપાલિકા સહિતના ૫૧ શક્તિપીઠના નામે વળક્ષારોપણ કરવાનું આયોજન હાથ ધરાયેલ છે.
મહામાયા શક્તિપીઠ, કાત્યાયન શક્તિપીઠ, વિશાલક્ષી શક્તિપીઠ, લલિતા દેવી શક્તિપીઠ, રામગીરી શક્તિપીઠ, પંચ સમુદ્ર ઉત્તર શક્તિપીઠ, શ્રી શક્તિપીઠ, જ્વાલા દેવી શક્તિપીઠ, ત્રીપુરમાલિની શક્તિપીઠ, સાવિત્રી શક્તિપીઠ, પાટણ દ્વિ દેવી શક્તિપીઠ, મિથિલા શક્તિપીઠ, જનસ્થાન શક્તિપીઠ, અંબાજી શક્તિપીઠ, ગાયત્રી મણીબંધ શક્તિપીઠ, અંબિકા શક્તિપીઠ, સર્વશૈલા / રાકિની શક્તિપીઠ, ભ્રારામ્બા શક્તિપીઠ, ભગવતી અમ્માન મંદિર, સુચીન્દ્રમ શક્તિપીઠ, કામાક્ષી અમ્માન શક્તિપીઠ, માં ફૂલારા શક્તિપીઠ, બહુલા શક્તિપીઠ, મહાસુરમર્દિની શક્તિપીઠ, કાલીઘાટ શક્તિપીઠ, કંકલીતાલા શક્તિપીઠ, રત્નાવલી શક્તિપીઠ, ત્રીષાોટા શક્તિપીઠ, નંદીપુર શક્તિપીઠ, ઉઝાની શક્તિપીઠ, ભાર્ગભીમા શક્તિપીઠ, કામાખ્યા દેવી શક્તિપીઠ, નર્તીઆંગ દુર્ગા શક્તિપીઠ, ત્રિપુરા સુંદરી શક્તિપીઠ, બિરાજા શક્તિપીઠ, વિમલા શક્તિપીઠ, જય દુર્ગા શક્તિપીઠ, ભૈરવ શક્તિ શક્તિપીઠ, કલામાધવ શક્તિપીઠ, નર્મદા શક્તિપીઠ, નાગપુષ્ની અમ્માન શક્તિપીઠ, ગંડકી ચંડી શક્તિપીઠ, ગુહ્યેશ્વરી શક્તિપીઠ, સુખા શક્તિપીઠ, શ્રી અપર્ણા શક્તિપીઠ, જેશોરેશ્વરી શક્તિપીઠ,
ભવાનીપુર શક્તિપીઠ, મી લક્ષ્મી શક્તિપીઠ, મનસા શક્તિપીઠ, શિવહરકરાય શક્તિપીઠ, હિંગળાજ શક્તિપીઠ વિગેરે.
રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, બાગ બગીચા અને ઝૂ સમિતિ ચેરમેન સોનલબેન સેલારાએ શહેરમાં પર્યાવરણ જાળવણી અને પર્યાવરણને બચાવવા પોતાનું ખાસ યોગદાન આપવા, કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવા મહતમ વળક્ષારોપણ કરી ગ્રીન કવરેજ વધારવા શહેરીજનોને ખાસ અપીલ કરેલ છે.
(3:34 PM IST)










