<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th September 2025

એ સોનેરી બુટીઓ શણગારી લાવ વેલાના ડાકલાને ઢોલ વગડાવ...

છ બાળાઓ દ્વારા રજુ કરાતો ઇંઢાળીનો રાસ નિહાળવા લોકો આસપાસના ગામડાઓમાંથી આવે છે.

રાજકોટઃ મવડી ખાતે શ્રી બજરંગ ગરબી મંડળ આયોજીત ગરબીનો અઢારમાં વર્ષમાં પ્રવશ કરેલ છે. આ ગરબી મંડળમાં કુલ ૩૧ બાળાઓ છે. સૌરાષ્‍ટ્રનો લોકપ્રિય રાસ ગણાતો જે આ ગરબીની ૬ બાળાઓ દ્વારા સળગતી ઇંંઢોળી રાસ કરવામાં આવે છે. જે રાસ ત્રીજા નોરતે તથા છઠ્ઠા નોરતે તથા નવમા નોરતે રજુ કરવામાં આવે છે. આ રાસ જોવા માટે આસ-પાસનાં ગાંમડાઓમાંથી તથા રાજકોટ શહેરની માઇભક્‍તો જોવા ઉમટી પડે છે.

આ સીવાય અમારી ગરબી મંડળની બાળાઓ અવનવા રાસ રજુ કરે છે. તેમાનાં અંબે માં ની ચુંદડી તથા ગાગર ડાંડીયા રાસ તથા પોરબંદરનાંૂ સાંસડો રાસ રજુ કરે છે.

તબલચી રાજુભાઇ, ગાયક ઉમેદાદાન ગઢવી, ટવીન્‍કલ બેન સોઢા, મુકેશભાઇ દિપકભાઇ બાવીસી, સુરેશભાઇ ઘોઘારી સોનલબેન વાછાણી, દિલીપભાઇ તેમજ આયોજક ધમેન્‍દ્રસિંહ ઝાલા, (પીન્‍ટુભાઇ), યુવરાજસિંહ ઝાલા, શૈલષભાઇ ભડીંગી, દેવેન્‍દ્રસિહ ઝાલા, હરીશભાઇ શિયાણી, ધર્મેશભાઇ સખીયા, માળદેવસિંહ ચુડાસમા, ધીરજભાઇ સિંધવ, દિવ્‍યરાજસિંહ જાડેજા, ઋષિરાજસિંહ ઝાલા સેવા આપી રહેલ છે.

આ પ્રસંગે પુર્વ શિક્ષણમંત્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા, પુર્વ ધારાસભ્‍ય લાખાભાઇ સાગઠીયા, પુર્વ મેયર પ્રદિવ ડવ, દિવ્‍યરાજસિંહ ગોહિલ, મહેશભાઇ પીપળીયા, યોગરાજ સિંહ જાડેજા, સંજયભાઇ દવે, રાજકોટ શહેર યુવા મોરચાનાં પ્રમુખ કીશનભાઇ ટીલવા, યોગેન્‍દ્રસિંહ જાડેજા, અક્ષયભાઇ સોરઠીયા (મવડી) ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:46 PM IST)