તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th September 2025
મોઢ વણિક સમાજનો નવરાત્રી મહોત્સવઃ શ્રેષ્ઠીઓની હાજરીથી રાસોત્સવ સોળે કળાએ ખીલી ઊઠ્યો
આવતા વર્ષથી એક દિવસ નહીં, પરંતુ નવરાત્રીના નવે નવ દિવસ જ્ઞાતિજનો માટે ગરબાનું આયોજન કરવાની લાગણીને આયોજકોએ વધાવી લીધી

રાજકોટઃ મોઢ વણિક મહાજન રાજકોટ અને મોઢ વણિક સમાજ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ જ્ઞાતિજનો માટે એક અદ્ભુત આનંદોત્સવ બન્યો હતો. સમાજના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓની હાજરીથી આ રાસગરબાનો ઉત્સવ જાણે સોળે કળાએ ખીલી ઉઠ્યો હોય તેવું મનમોહક દ્રશ્ય સર્જાયું હતું. જ્ઞાતિજનોને સાતેય કોઠે ટાઢક વળે તેવું બેનમૂન આયોજન સર્વત્ર સરાહવામાં આવ્યું હતું, જેમાં અલગ-અલગ ચાર ગ્રુપમાં ખેલાડીઓને શ્રેષ્ઠ પ્રદર્શન માટે લાખેણા ઈનામોથી નવાજવામાં આવ્યા હતા.
આ અવસરે જ્ઞાતિજનોએ આવતા વર્ષથી એક દિવસ નહીં, પરંતુ નવરાત્રીના નવે નવ દિવસ જ્ઞાતિજનો માટે ગરબાનું આયોજન કરવાની લાગણી વ્યક્ત કરી, જેને આયોજકોએ સહર્ષ અનુમોદન આપીને આવતા વર્ષે આવું વિસ્તરિત આયોજન કરવાની પાણીદાર ખાતરી આપી હતી. દર વર્ષની પરંપરા મુજબ આ વખતે પણ નવરાત્રીની પૂર્વેવાળી સંધ્યાએ જ્ઞાતિજનો માટે એક દિવસનો રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૩ હજારથી વધુ જ્ઞાતિજનોએ ભાગ લઈ રાસની રમઝટ બોલાવી હતી. કોઈપણ વ્યક્તિને રતીભર પણ તકલીફ ન પડે તેવી જડબેલાક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેમાં પ્રવેશથી લઈને ઈનામ વિતરણ સુધી કોઈ કચાશ નહોતી. બેસ્ટ ખેલાડીઓને ઈનામોથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે જજીસ તરીકે સેવા આપનારા અગ્રણીઓ પણ પસંદગી માટે મીઠી મૂંઝવણમાં મુકાયા હતા. ભારે મહેનત પછી શ્રેષ્ઠમાંથી સર્વશ્રેષ્ઠની પસંદગી કરવામાં આવી હતી. અલગ-અલગ કેટેગરીમાં કુલ ૭૨ વિજેતાઓને પુરસ્કાર આપવામાં આવ્યા હતા, જ્યારે તમામ ભૂલકાઓને ભેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વિશેષ આકર્ષણ તરીકે સેલ્ફી કોર્નર કેન્દ્ર બન્યું હતું તેમ સંસ્થાએ જણાવ્યું છે. આ અવસરે હર્ષદભાઈ શાહ, કૃણાલભાઈ મણિયાર, રમેશભાઈ જીવાણી, નીરજભાઈ મહેતા, પંકજભાઈ રાઠોડ, હેમલભાઈ મોદી, સુનિલભાઈ બખાઈ, રમેશભાઈ વોરા, કિર્તીભાઈ મહેતા, મુકેશભાઈ દોશી, હિરેનભાઈ પારેખ, સલોનીબેન પટેલ, વિશાલભાઈ પારેખ, ભરતભાઈ પારેખ, મયુરભાઈ શાહ, અરવિંદભાઈ શાહ, અમિતભાઈ પટેલ, અજયભાઈ ગઢીયા, દીપુભાઈ શાહ, કૌશિકભાઈ કલ્યાણી, મંગલભાઈ શાહ, ડો. ક્રીનાબેન ગાંગડીયા, મોહિતભાઈ બોઘાણી, જીતુભાઈ કલ્યાણી, મહેન્દ્રભાઈ મહેતા, દીપેનભાઈ બાબરીયા, ઉમેશભાઈ શેઠ, કલ્પનાબેન વાડોદરીયા, કિરીટભાઈ બખાઈ, ડી. વી. મહેતા, અરુણભાઈ ચોકસી, રોહિતભાઈ પારેખ, ધવલભાઈ બખાઈ, અંજનાબેન વડોદરીયા, કિશોરભાઈ વોરા, મિલનભાઈ વોરા, જયશ્રીબેન પટેલ, રાજુભાઈ દોશી, રાજેશભાઈ મહેતા, જગદીશભાઈ ભાડલીયા, હરેનભાઈ મહેતા, શુભમભાઈ અંબાણી, કિશોરભાઈ ભડાલીયા, પ્રણંદભાઈ કલ્યાણી, ડો. દીપકભાઈ પારેખ, સુકેતુભાઈ વજરીયા, જયદીપભાઈ પટેલ, પ્રકાશભાઈ ગાંગડીયા સહિતના સમાજ શ્રેષ્ઠીઓએ હાજરી આપીને રાસોત્સવની શોભા વધારી હતી. મહોત્સવને સફળ બનાવવા માટે પ્રમુખ ભાગ્યેશ વોરા અને ધર્મેશ શેઠની રાહબરીમાં કીરેન છાપિયા, કેતન પારેખ, સુનીલ વોરા, અશ્વીન વડોદરીયા, નીતિન વોરા, સંજય મણિયાર, જગદીશ વડોદરીયા, ઈલેશ પારેખ, ધર્મેશ વોરા, ડો. અતુલ વોરા, નીતિન મણિયાર, અતુલ પારેખ, મહેન્દ્ર ગાંધી, જયેશ ગાંધી, જયેન્દ્ર પારેખ, યોગેશ પારેખ, દીપક મેહતા, કેતન વોરા, હિત શેઠ, રસિકભાઈ વોરા, ધીરેન્દ્ર મહેતા, ચંદ્રકાંત મહેતા, આશિષ મહેતા, રોહિત શાહ, અમિત પટેલ, દીપેશ પારેખ, દોલતભાઈ દોશી, શ્રેયાંસ મહેતા, કેતન બોઘાણી, પિયુષ પટેલ, કમલેશ પારેખ, સાવન ભાડલીયા, જીગ્નેશ મેસવાણી, જયેન્દ્ર મહેતા, સંદીપ પટેલ, રાજદીપ શાહ, યશ બખાઈ, નીતા પારેખ, છાયા વજરીયા, ક્રિષ્ણા મણિયાર, મીરા મહેતા, પ્રશાંત ગાંગડીયા, સંજય મહેતા, મુકેશ પારેખ, પ્રતાપ દોશી, યોગેશ પારેખ સહિતના સંયોજકોએ જહેમત ઉઠાવી હતી. અંતમાં, શ્રી મોઢ વણિક મહાજન રાજકોટના મેનેજર સુરેશ રાજપુરોહિતે આયોજનની વિગતો જણાવી હતી.(૩૮.૩૫)
(3:51 PM IST)










