<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th September 2025

સમાજ સેવક પંડિત દિનદયાળ ઉપાધ્‍યાયની જન્‍મ જયંતિ નિમિત્તે પદાધિકારીઓ હતા

રાજકોટ, ભારતીય વિચારક, સમાજ સેવક પંડિત દિનદયાળ ઉપાધ્‍યાયની ૧૦૯મી જન્‍મ જયંતિ પ્રસંગે તા.૨૫ ના તેઓની આજી ડેમ ખાતે આવેલ પ્રતિમાને પુષ્‍પાંજલી અર્પણ કરી, મસ્‍તક નમન અને પ્રણામ ધારાસભ્‍યશ્રીઓ, રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, મહાનુભાવો દ્વારા કરવામાં આવ્‍યા હતા. આ પુષ્‍પાંજલી કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડીયા, સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્‍ય ઉદયભાઈ કાનગડ, ડૉ.દર્શિતાબેન શાહ, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, દંડકશ્રી મનિષભાઈ રાડિયા, બાગ બગીચા અને ઝૂ સમિતિ ચેરમેન સોનલબેન સેલારા, શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશભાઈ રાઠોડ, સેનિટેશન કમિટી ચેરમેન નિલેશભાઈ જલુ, કાયદો અને નિયમોની સમિતિ ચેરમેન કંકુબેન ઉઘરેજા, માર્કેટ સમિતિ ચેરમેન રવજીભાઈ મકવાણા, કોર્પોરેટર અલ્‍પાબેન દવે, દક્ષાબેન વાઘેલા, મિતલબેન લાઠીયા, રૂચિતાબેન જોશી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પૂજારા,  ઘનશ્‍યામભાઈ કુગસીયા, પૂર્વ મેયર ડૉ.પ્રદિપ ડવ, સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળા, શિશુ કલ્‍યાણ અને ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિ શામક દળ સમિતિ ચેરમેન દિલીપભાઈ લુણાગરીયા, પ્‍લાનીંગ કમિટી ચેરમેન ચેતનભાઈ સુરેજા, એસ્‍ટેટ સમિતિ ચેરમેન મગનભાઈ સોરઠીયા, હાઉસિંગ કમિટી ચેરમેન નીતિનભાઈ રામાણી, બાગ બગીચા અને ઝૂ સમિતિ ચેરમેન સોનલબેન સેલારા, શહેર ભાજપ મંત્રી વિજયભાઈ પાડલીયા, કોર્પોરેટર વિનુભાઈ સોરઠીયા, ડૉ.અલ્‍પેશભાઈ મોરજરીયા, મીનાબા જાડેજા, ડૉ.દર્શનાબેન પંડ્‍યા, મિતલબેન લાઠીયા, શાસક પક્ષ કાર્યાલય મંત્રી મહેશભાઈ પરમાર તથા વોર્ડના આગેવાનો  ઉપસ્‍થિત રહયા હતા. 

(3:52 PM IST)