તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Friday, 26th September 2025
પુનિતનગરમાં રહેતાં ભરતભાઇ સુરેલીયાનું હૃદય બેસી જતાં મોત
પત્નિ-દિકરી ગરબી જોઇને આવ્યા ત્યારે ઘરમાં બેશુધ્ધ હાલતમાં મળ્યાઃ હોસ્પિટલમાં દમ તોડયો

રાજકોટ તા. ૨૬: ગોંડલ રોડ પુનિતનગર હા.બોર્ડમાં રહેતાં ભરતભાઇ મગનભાઇ સુરેલીયા (ઉ.વ.૫૨) રાતે પોણા એક વાગ્યે ઘરમાં બેભાન મળતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે મૃત જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
ભરતભાઇ બે બહેન અને ત્રણ ભાઇમાં નાના હતાં. સંતાનમાં એક દિકરી છે. પોતે ફર્નિચર કામ કરતાં હતાં. તેમના પત્નિ અને દિકરી રાતે ગરબી જોઇને ઘરે આવ્યા ત્યારે તેઓ બેશુધ્ધ મળ્યા હતાં. હૃદય રોગનો હુમલો આવી ગયાનું જણાવાયું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં તાલુકા પોલીસે કાર્યવાહી કરી હતી.
(11:56 AM IST)










