<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th September 2025

વાગ્યો રે ઢોલ ભાઇ, વાગ્યો રે ઢોલ મારા મીઠાના રણમાં વાગ્યો રે ઢોલ...

રંગઉપવનમાં ચાલતી ગરીબીમાં બાળકોને મંડળ તરફથી ડ્રેસ અપાયા : દીવડા, બોધેણી, ટિપ્પણી સહિતના અવનવા રાસ રજુ

 રાજકોટ : શહેરના રૈયા રોડ પર હનુમાન મઢી પાસે આવેલ રંગઉપવન સોસાયટીમાં રગનાથ મહાદેવના પટ્ટાંગણમાં રંગ ઉપવન ગરબી મંડળ દ્વારા છેલ્લા ૨૦થી વધુ વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે. આ ગરબીમાં સોસાયટીની કારોબારીના મહિલા સભ્યોના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવેલ દાંડિયા રાસ, તાલી રાસ, દીવડા રાસ, ટિપ્પણી રાસ તથા બોધેણી સહિતના અવનવા રાસ ઓડીયોના તાલે ૨૫ થી વધુ બાળાઓ તથા બાળકો દ્વારા રજૂ કરવામાં આવે છે. ગરબીમાં બાળકો તથા બાળાઓને ડ્રેસ ગરબી તરફથી આપવામાં આવ્યો છે. આ ઉપરાંત બાળાઓ અને બાળકોને દરરોજ લ્હાણી અને નાસ્તો આપવામાં આવે છે. આ આયોજનને સફળ બનાવવા સોસાયટીની કારોબારી સમિતિના ભાઈઓ અને બહેનો તથા સોસાયટીના યુવાનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. (તસ્વીર : સંદીપ બગથરિયા)

 

(5:46 PM IST)