<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th September 2025

તું બહાર નીકળ તને મારી નાખીશ...છરી બતાવી પાણકાનો ઘા કર્યોઃ વેપારી ગોવિંદભાઇને ઇજા

દૂકાન પાસે ગાળો બોલવાની ના પાડતાં ઉશ્‍કેરાઇ જઇ ધમાલ મચાવી રણછોડનગરનો બનાવઃ ઇમિટેશનના વેપારીની ફરિયાદ પરથી પોલીસે વશરામ સિંધવને સકંજામાં લીધો

રાજકોટ તા. ૨૬: ભગવતીપરામાં કોપર ગ્રીન સોસાયટીમાં રહેતાં અને ઘર નજીક કરીયાણાની દૂકાન ચલાવતાં વેપારી યુવાન પોતાના પત્‍નિને ટુવ્‍હીલરમાં બેસાડી દુકાનેથી ઘરે આવ્‍યા ત્‍યારે સોસાયટીના ગેઇટ પાસે સોસાયટીમાં જ રહેતાં શખ્‍સે અચાનક તેનું ટુવ્‍હીલર વળાંક લઇ લેતાં વેપારીના પત્‍નિને પગમાં અડી જતાં તેને ધ્‍યાન રાખવાનું કહેતાં તેણે વેપારીને, તેના પત્‍નિ અને વૃધ્‍ધ પિતાને ગાળો દઇ છરીથી હુમલો કરી વેપારીને હાથમાં ઇજા પહોંચાડી તેમજ હવે તું બહાર નીકળ એટલે પતાવી દેવો છે તેમવી ધમકી આપતાં પોલીસને જાણ કરવામાં આવી છે.

આ બનાવમાં ભગવતીપરા કોપરગ્રીન સોસાયટી-૨ મકાન નં. ૬૬માં રહેતાં અને મારૂતિનગર રોડ પર મારૂતિ કરિયાણા નામે દૂકાન ચલાવતાં  વિજયભાઇ ધીરજલાલ વેકરીયા (ઉ.વ.૩૯) નામના વેપારીની ફરિયાદ પરથી કોપરગ્રીનમાં જ શેરી નં. ૨ મકાન નં. ૪માં રહેતાં પ્રિન્‍સ પરેશભાઇ સોલંકી વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

વિજયભાઇ વેકરીયાએ જણાવ્‍યું છે કે  હું પરિવાર સાથે રહું છે. મારી સાથે પત્‍નિ અંજના (ઉ.વ.૩૮) અને બે દિકરા મિલીન તથા ક્રિશીવ અને માતા કાંતાબેન તથા પિતા ધીરજલાલ રહે છે. મારો નાનો ભાઇ વિદેશમાં તેના પરિવાર સાથે રહે છે. ૨૪ના રાતે સવા નવેક વાગ્‍યે હું અને મારા પત્‍નિ અંજના દુકાન બંધ કરી ટુવ્‍હીલર લઇને ઘરે જવા નીકળ્‍યા ત્‍યારે સોસાયટીના ગેઇટ પાસે પહોંચતા શેરી નં. ૪માં રહેતાં દરજી પરેશભાઇ સોલંકીનો દિકરો પ્રિન્‍સ ગેઇટ પાસે બાઇક ઉભુ રાખી એકલો બેઠો હોઇ અમે ત્‍યાંથી પસાર થતાં તેણે અચાનક પોતાનું બાઇક વાળતાં પાછળ બેઠેલા મારા પત્‍નિના પગમાં તેનું વાહન અડી જતાં મેં તેને ધ્‍યાન રાખવાનું કહી ઠપકો આપ્‍યો હતો. આથી તેને ન ગમતાં મારી સાથે જીભાજોડી કરી હતી.

આ દરમિયાન મારા પત્‍નિએ મારા પિતાને ફોન કરતાં મારા પિતા ત્‍યાં આવી જતાં પ્રિન્‍સે તેમની સાથે પણ ઝઘડો કરી ગાળો દીધી હતી અને હાથાપાઇ કરવા માંડયો હતો. એ પછી પ્રિન્‍સે પેન્‍ટના નેફામાંથી છરી કાઢી હતી અને મને મારવા હાથ ઉગામતાં મેં ડાબો હાથ આડો રાખતાં અને છરી જમણા હાથે છરી પકડી લેતાં મને ઇજા થઇ હતી. આ પછી પ્રિન્‍સે મને, મારા પત્‍નિ અને પિતા એમ ત્રણેયને ગાળો દીધી હતી અને ‘હવે તું બહાર નીકળ એટલે તેને પતાવી દેવો છે' કહી ધમકી આપી હતી.

આ દરમિયાન માણસો ભેગા થઇ જતાં પ્રિન્‍સ ભાગી ગયો હતો. કોઇએ ૧૦૮ બોલાવતાં મ ને અને મારા પિતાને સારવાર માટે ખસેડયા હતાં. મને ડાબા હાથની આંગળીમાં પાંચ અને અંગુઠામાં ચાર ટાંકા આવ્‍યા બાદ બાદમાં અમે સારવાર લઇ ઘરે ગયા હતાં અને પછીથી ફરિયાદ કરવાનું નક્કી કરી પોલીસને જાણ કરી હતી. પીએસઆઇ એસ. એસ. રાણેની રાહબરીમાં એએસઆઇ કે. વી. ગોહિલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

(2:22 PM IST)