<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th September 2025

‘તારે જેને બોલાવવા હોઇ તેને બોલાવી લેજે તને જાનથી મારી નાખીશ' કહી પંકજભાઇ હુદડને ધમકી

મોચીનગર -૨ માં બનાવઃ યુવાનની ગાંધીગ્રામ પોલીસમાં પાડોશી રમીઝ બુખારી સામે ફરયિાદ

રાજકોટ તા.૨૬: દોઢસો ફૂટ રોડ પર મોચીનગર-૨માં રહેતા ઝોમેટોના ડીલેવરીમેન ઘરે આવી ઝાપટમારી પાડોશી શખ્‍સે જાનથીમારી નાખવાની ધમકી આપતા ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ  થ છે.

મળતી વિગત મુજબ દોઢસોફુટ રીંગ રોડ પર મોચીનગર-૨ શેરીનં.૩ માં ભાવના સોસાયટી મેઇનરોડ પર રહેતા પંકજભાઇ મામૈયાભાઇ હુદડ (ઉ.વ.૩૫) એ ગ્રાંધીગ્રામ પોલીસ મથકમાં પાડોશી રમીઝ મુસ્‍તાકભાઇ બુખારી વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાવી છે. પંકજભાઇએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું ઝોમેટોમાં ડીલેવરીનું કામ કરૂ છું. ગઇકાલે હું ઘરે હતો. ત્‍યારે શેરીમાં ઘરની બાજુમાં રહેતો રમીઝ મુસ્‍તાકભાઇ બુખારીએ ઘરે આવીને મારા ઘરની ડેલી ખખડાવી હતી મે ડેલી ખોલતા તેણે મને એક ઝાપટ મારીને ગાળો આપી કહેલ કે ‘તારે સાંજે જેને બોલાવવા હોઇ તેને બોલાવી લેજે તને જાનથી મારી નાખીશ' તેમ ધમકી આપી જતો રહયો હતો. બાદ મે મારા પિતાને બનાવની જાણ કર્યા બાદ આ અંગે હેડ કોન્‍સ પૃથ્‍વીરાજસિંહ ગોહિલે તપાસ હાથધરી હતી. 

(3:53 PM IST)