તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૨ મંગળવાર
News of Friday, 26th September 2025
શાપર-વેરાવળમાં બેટરીની ચોરી કરનાર નિશાકને એલસીબીએ ઝડપી લીધો
અગાઉ ૩ ગુન્હામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છેઃ કાર સહિત ૧.પપ લાખનો મુદામાલ કબ્જે

રાજકોટ, તા. ર૭: શાપર-વેરાવળમાં ટ્રકમાંથી બેટરીની ચોરી કરનાર રીઢા ગુન્હેગારને રૂરલ એલસીબીએ ઝડપી લીધો હતો.
શાપર વેરાવળમાં મારુતી ટ્રાવેલ્સ એન્ટ કાર્ગોની ઓફીસ પાસે આવેલ ખુલ્લા પટમાથી અજાણ્યા ફોરવ્હીલ ચાલક ચોર ઇસમે અશોક લેલન કંપનીનું કંટેનર (ટ્રક) રજી નં જીજે-૦૩-બીઝેડ-૮૦૬૦ વાળા માંથી એકસાઇજ કંપનીની બે બેટરી જેની કિમત આશરે ૨૪,૦૦૦/- વાળી ની ચોરી કરી લઇ જતા શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ થતા.
રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર એ વણ-શોધાયેલ ગુન્હાઓ તાત્કાલીક શોધી કાઢવા આપેલ સુચના અન્વયે એલ.સી.બી.આર.આર.ના પોલીસ ઈન્સ. વી.વી. ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. એચ.સી.ગોહિલ તથા પો.સબ.ઈન્સ.આર.વી.ભીમાણી ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ના એ.એસ.આઇ.રવિદેવભાઇ બારડ, બ્રિજરાજસિંહ જાડેજા, રોહીતભાઇ બકોત્રા, વકારભાઈ અરબ તથા પો.કોન્સ. પ્રકાશભાઇ પરમાર સી.સી.ટી.વી. ફુટેજના આધારે આરોપી
નીશાક ઉર્ફે ગની ઈશાભાઈ કારવા ઉવ.૩૧ રહે. વોરાકોટડા રોડ, આવાસ કવાર્ટર નંબર ૨૩ ત્રણ માળીયા ગોંડલ મુળ ગામ સાયલા ને સ્વીફટ ડીઝાયર કાર રજી.નં. જીજે-૦૬-એચડી-૮૧૯૧ કિ.રૂ.૧,૫૦,૦૦૦/- તથા મોબાઈલ ફોન નંગ ૧ કિ.રૂ.૫,૦૦૦/- સાથે ઝડપી લીધો હતો. પકડાયેલ નિશાક અગાઉ રાજકોટ તથા સુરેન્દ્રનગરના ત્રણ ગુન્હામાં પોલીસ ચોપડે ચડી ચૂકયો છે.
(2:24 PM IST)










