તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th September 2025
કોટડા સાંગાણી અને લોધીકાના ગામોને જોડતા માર્ગોના નવીનીકરણ માટે રૂ.૪.૮૦ કરોડ મંજુર
ગ્રામજનો વતી મુખ્યમંત્રીનો આભાર વ્યકત કરતા ભાનુબેન બાબરીયા

રાજકોટ તા. ૨૬ : રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તેમજ લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવતા રોડ રસ્તાઓની સ્થિતી સુધારવાની તાતી જરૂરિયાત હોવાથી તેમજ સ્થાનિકે વાહનોની અવર જવર પણ વધુ પ્રમાણમાં રહેતી હતી. તેથી સ્થાનિક પ્રજાજનોને આ ખરાબ રસ્તાઓને કારણે ઘણી બધી મુશ્કેલી પડતી હતી તેથી ગ્રામજનો અને લોક પ્રતિનિધીઓ દ્વારા આ રસ્તાઓના રીસરફેસિંગ કરવા મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાને રજૂઆત કરવામાં આવી હતી.
મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ આ બાબત સત્વરે મુખ્યમંત્રીશ્રીના ધ્યાને મુકવામાં આવતા તેઓએ સર્વગ્રાહી વિકાસની નેમ સાથે લોક પ્રજાજનોની સુખાકારી અને સુવિધાઓમાં વધારો કરતા કોટડા સાંગાણી રોડને જોડતા સાંઢવાયા-બગદડીયા રોડ ૪ કિ.મીના રોડના રીસફેસીંગ અને આનુસંગીક કામગીરી માટે રૂ.૧.૯૦ કરોડ તેમજ લોધીકા તાલુકાના દેવડા નગરપીપળીયા છાપરા રોડ ૬ કિ.મીના રોડના રીસર્ફેસીંગ અને આનુસંગીક કામગીરી માટે માટેરૂ.૨.૯૦ કરોડ એમ કુલ ૧૦ કિ.મીના રોડના રીસર્ફેસિંગ અને નવીનીકરણ માટે કુલ રૂ.૪.૮૦ કરોડની સૈધ્ધાંતિક મંજુરી આપી છે.આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત આયોજન અને સફળ અમલીકરણને કારણે જ રાજયનાં ગામડાઓથી માંડી શહેરોને ઉત્તમોત્તમ સુવિધાઓ પ્રાપ્ત રાજકોટને જોડતા આ માર્ગોના રીસરફેસની મંજુરી મળતાં આસપાસના ગામડાઓને આનો લાભ મળશે
રાજકોટના ગ્રામ્ય વિસ્તારના પ્રજાજનોની સુગમતા માટેના આ કામો બદલ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ સર્વે ગ્રામજનો વતી મુખ્યમંત્રીશ્રીનો આભાર કર્યો હતો.
(2:25 PM IST)










