તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th September 2025
આ વર્ષે મગફળીના ઢગલા થવાના છે.. સરકાર ૨૦૦ મણ મગફળી ખેડૂત દીઠ ખરીદી કરે..
રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિના કલેકટર કચેરીએ દેખાવોઃ આવેદન આપી વિસ્તૃત રજૂઆત

રાજકોટ, તા.૨૬: આ વર્ષે મગફળીનું પુષ્કળ ઉત્પાદન થયું હોવા છતાં કેન્દ્ર સરકાર દ્વારા માત્ર ૧૨.૬૭ લાખ ટન ખરીદી થવાની છે. આ મામલે રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિ અને ખેડૂત આગેવાન નિશિત ખુંટ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆતો કરી હતી.
આવેદનપત્રમાં જણાવાયું છે કે સરકાર દ્વારા ખેડૂત દીઠ સરેરાશ માત્ર ૬૮ મણ મગફળી ટેકાના ભાવે ખરીદવામાં આવશે. આના કારણે ખેડૂતોને મોટું નુકસાન થશે. ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકારે ટેકાના ભાવે ૨૦૦ મણ મગફળી ખરીદવી જોઈએ. જો આ માંગણી નહિ સ્વીકારાય તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
ગુજરાતમાં આ વર્ષે સારા વરસાદીને કારણે મગફળીનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થયેલ હોય અને અંદાજિત ૭૦ લાખ ટન મગફળીનું ઉત્પાદન થવાની શકયતા છે તો બીજી તરફ બજારમાં નીચા ભાવને કારણે આ વર્ષે ખેડૂતો દ્વારા ઓનલાઇન પોર્ટલ મારફતે ગુજરાતમાં રેકોર્ડ બ્રેક ૯.૩૧ લાખ ખેડૂતો નોંધણી કરાવેલ છે જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા ૧૨.૬૭ લાખ ટન મગફળી ટેકાના ભાવે ગુજરાતમાંથી ખરીદ કરવામાં આવશે.
તો આ કેન્દ્ર સરકાર દ્વારા ખરીદ કરવામાં આવતો મગફળીનો જથ્થો બધા ખેડૂતોને સરખા ભાગે ખરીદ કરવામાં આવે તો એક ખેડૂત પાસેથી સરેરાશ ૬૮ મગફળી જ લઈ શકાય જે ગત વર્ષની સરખામણીએ ઘણો ઓછો છે
જો સરકાર દ્વારા ૨૦૦ મણથી ઓછીથી ખરીદી કરવામાં આવશે તો આ બાબતે રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિ ગામડે ગામડે જઈને ખેડૂતોને જાગળત કરીને સરકાર વિરોધમાં એક આંદોલન કરવામાં આવશે અને જરૂર જણાશે તો ઉપવાસ આંદોલન પણ કરશે.
(2:26 PM IST)










