News of Friday, 26th September 2025
પૂરવઠાનો ફતવોઃ ઓકટોબર માટે તમામ જણસીના નાણાં ર૯ સપ્ટેમ્બર સુધીમાં ફરજીયાત ભરી દેવાનાઃ તુવેરદાળમાં પ૦ ટકા કાપ
ખાંડ-મીઠુ- ચણાની ૧૦૦ ટકા ફાળવણીઃ દિવાળીના તહેવારો લઇને સીંગતેલ આપવાની પણ જાહેરાત અનેક મહત્વના આદેશ પોર્ટેબિલીટી પરમીટ-રેગ્યુલર પરમીટની સાથે એક જ વાર જનરેટ થઇ શકશેઃ દુકાનદારોને ન જોઇતુ હોય તો કેન્દ્રનું અનાજ- પ ટકા ફરજીયાત લેવાનું

રાજકોટઃતા.ર૬, દિવાળીના તહેવારો નજીક આવી રહયા હોય રાજય પુરવઠાખાતાએ ઓકટોબર મહિનાની પરમીટ ગઇકશાલે મોડી સાંજે જાહેર કરી દીધી છે, અને સસ્તા અનાજના દુકાનદારો માટે મહત્વની સૂચનાઓ -આદેશો જાહેર કર્યા છે. જો કે આ ફાળવણીમાં તુવેરદાળમાં પ૦ ટકાનો કાપ મૂકી પ૦ ટકા ફાળવણી જાહેર કરતા દેકારો મચી ગયો છે.
રાજકોટઃ જીલ્લા પુરવઠા તંતના અધિકારી સૂત્રોના કહેવા મુજબ પુરવઠા ભિાગએ ખાંડ ઓક્ટોબર-૨૦૨૫ માં ખાંડની ૧૦૦% (રેગ્યુલર+તહેવાર) ફાળવણી જાહેર કરી છે તથા મીઠુ ઓક્ટોબર-૨૦૨૫ માં મીઠાની ૧૦૦% મુજબની ફાળવણી આપી છે દુકાનદાર મીઠાની પરમીટના ઓછામાં ઓછું ૫૦્રુ તથા વધુમાં વધુ ૧૦૦્રુ પોતાની જરૂરિયાત મુજબ ચલણ ભરી શકશે.
પરંતુ પુરવઠા તંત્રે તુવેરદાળની ફાળવણીમાં પ૦ ટકા કાપ મૂકી પ૦ ટકા ફાળવણી કરવામાં આવેલ છે. સામે ચણાની ૧૦૦% ફાળવણી કરવામાં આવેલ છે પૂરવઠા તંત્ર દિવાળીના તહેવારોને અનુલક્ષીને તહેવારના ખાદ્યતેલની ૧૦૦% ફાળવણી આપી છે ? પરંતુ એક વિવાદી હુકમ મુજબ ઓક્ટોબર માસ માટે ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધીમાં જ ચલણના પૈસા ભરપાઈ કરી આપવાના આદેશો કર્યા છે ? જેની સામે દુકાનદારોની મહેનતનું વળતર આપવા કોઈ તારીખ નક્કી ન હોય દુકાનદારોમાં રોષ ફાટી નીકળ્યો છે.
ઓક્ટોબર-૨૦૨૫ માટે રાજય સરકારીની તમામ જણસીઓની વન નેશન વન રેશનકાર્ડ (ONORC) અન્વયેની પોર્ટેબિલિટી પરમીટ રેગ્યુલર પરમીટની સાથે એક જ વાર જનરેટ થઈ શકશે. તથા તેના નાણાં પણ સાથે જ ભરપાઈ કરી શકાશે. આમ, રેગ્યુલર પરમીટ અને પોર્ટેબીલીટી પરમીટનું ચલણ એક સાથે જ જનરેટ કરવાનું રહેશે. માટે વાજબી ભાવના દુકાનદારો દ્રારા સમગ્ર માસ માટે એક જ વાર ૨૩ થી ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધીમાં ONORC પરમીટ જનરેટ કરી શકાશે ત્યારબાદ ONORC પરમીટ જનરેટ કરી શકાશે નહીં. તેમજ તેના નાણાં પણ ઉપરોકત તારીખો દરમ્યાન જ સમયમર્યાદામાં ભરપાઈ કરવાના રહેશે. ONORC ની પરમીટ માટે કેન્દ્ર ના અનાજ ની પ %ફાળવણી ફરજિયાત કરી દેવામાં આવી છે આ ફાળવણી કોઈ દુકાનદારો ને ના જોઇતી હોય તો પણ લેવાની રહેશ. અને જે દુકાનદારો ૫% થી વધારે જોઇએ તો મળી શકે નહીં તેવો ફતવો જાહેર થયા છે
(3:46 PM IST)










