<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th September 2025

રસિયો રૂપાળો રંગરેલિયો... ખેલૈયાઓ પ્રાચીન-અર્વાચીન ગરબા પર ઝુમી ઉઠ્‍યા

અબતક સુરભી રાસોત્‍સવમાં ચોથા નોરતે મોટી સંખ્‍યામાં ખેલૈયાઓ અને શ્રોતાઓ ઉમટ્‍યા

રાજકોટઃ રેસકોર્સમાં માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્‍ડમાં અબતક સુરભી રાસોત્‍સવ માનવ મહેરામણ ઉમટી પડયું હતું. સુર અને તાલ સંગ રાસ રમતા ખેલૈયાઓ ગ્રાઉન્‍ડમાં આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યા હતા. ખેલૈયાઓ કલાકારો અને આમંત્રિત મહેમાનો સાથે શ્રોતાઓ દ્વારા અબતક સુરભી પરિવારના રાસોત્‍સવની વ્‍યવસ્‍થા અને પારિવારિક માહોલની સરાહના કરી હતી.

અબતક-સુરભિમાં છલડો- ડાકલા- ભકિત- વંદે માતરમની છલકાતી જમાવટ જોવા મળી હતી. ખેલૈયાઓને પ્રાચીન અર્વાચીન ગરબા ગીત અને માતાજીના ડાક ડમરુંની ધૂન પર મન મૂકીને ખેલાવ્‍યા હતા. વિશાળ ગ્રાઉન્‍ડમાં કોઈ પણ અગવડ વગર યુવા યુવતીઓએ ઉત્‍કૃષ્ટ વ્‍યવસ્‍થાનો અહેસાસ કરીને મોકળા મને રસોસ્‍ત્‍સવ માણ્‍યો હતો. સાઉન્‍ડ સિસ્‍ટમના સથવારે ખેલૈયાઓ દિલ ખોલીને નવા નવા સ્‍ટેપ્‍સ પર ફ્રી સ્‍ટાઇલ ગરબા રમ્‍યા હતા.

આ તકે મિલનભાઈ મીઠાણી, હાર્દિકભાઈ મીઠાણી, ધ્રુમિલભાઈ શાહ, રોનકભાઈ ઝવેરી, પાટડી ઉદાસી આશ્રમના વૈભવબાપુ, કાલાવડના અબતકના પત્રકાર રાજુભાઈ રામોલિયા અને કાર્તિકભાઈ ઠાકર સહિતના ઉપસ્‍થિત રહેલ.

રાસોત્‍સવમાં ખેલૈયાઓને લાખેણા ઇનામ અપાયા જેમાં જુનિયર પ્રિન્‍સેસઃ રીયા રાઠોડ, વૃંદા ગઢીયા વેલડ્રેસઃ કેસવી સોની, જુનિયર પ્રિન્‍સ, કાવ્‍યા કાનીયા, આરુસ સિનિયર પ્રિન્‍સેસઃ નિરાલી ગોસ્‍વામી સાક્ષી સુરેજા, યશ્વી સંઘવી, અંજલી ગગના વેલડ્રેસ આયુષી ધાનાણી સિનિયર પ્રિન્‍સઃ વરુણ પટેલ, શિવમ દુલાણી, યશ મંડલી, વાડોદરીયા આયુષ વેલડ્રેસઃ વિવેક ચાવડા વિજેતા જાહેર થયા હતા.(

(3:26 PM IST)