News of Friday, 26th September 2025
રેલ્વે સ્ટેશન પાસે નાસ્તાની લારી પાછળ લાકડાની આડીમાં લટકી અજાણ્યા યુવાનનો આપઘાત
૧૯ વર્ષના યુવાને ટ્રેનમાંથી ઉતરી પગલુ ભર્યુઃ પ્રનગર પોલીસે તપાસ હાથધરી

રાજકોટ, તા. ર૬: શહેરના રેલ્વે સ્ટેશનની સામે આવેલી નાસ્તાની લારીની પાછળ માંડવાની લાકડાની આડીમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
મળતી વિગત મુજબ રેલ્વે સ્ટેશનની સામે નાસ્તાની રેકડીઓની પાછળ વાસણ ઉટકવાની જગ્યાએ બાંધેલા માંડવામાં લાકડાની આડીમાં લટકી ૧૯ વર્ષના અજાણ્યા યુવાને ગળાફાસો ખાઇ લીધો હતો. આસપાસના લોકો યુવાનને લટકી હાલતમાં જોઇ જતા એકઠા થઇ ગયા હતા બાદ કોઇએ ૧૦૮ ને જાણ કરતા ૧૦૮ની ટીમે સ્થળપર પહોંચી તપાસ કરતા યુવાનનું મૃત્યુ નિપજયુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવતા પ્રનગર પોલીસ મથકના એ.એસ.આઇ. એસ. વી. જોરા સહિતે સ્થળપર પહોંચી તપાસ હાથધરી હતી મૃતક યુવાને ટ્રેનમાંથી ઉતરી રેલ્વેસ્ટેશનની સામે આ પગલું ભરી લીધુ હોવાનું જાણવા મળ્યુ છે જો કોઇ આ યુવાનના સગાસંબંધી હોઇ તો પ્રનગર પોલીસસ્ટેશન ફોન નંબર-૦૨૮૧ ૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે
(3:29 PM IST)










