News of Friday, 26th September 2025
રાત પડે ને 'દિ' ઉગે કલબ યુવીમાં જામ્યો નોરતાનો રંગ...
ખ્યાતનામ સિંગરોની સુરાવલી સંગ ખૈલાઓની રાસની રમઝટ નિહાળવા દર્શકોની જામતી ભીડ : ૨૧ જેટલા ચાટર્ડ એકાઉન્ટન્ટનું સન્માનઃ ‘જય જય શ્રી રામ' ની ધુનના તાલે ખલૈયાઓની ચલતી- સીકસ સ્ટેપ, દર્શકોમાં ઉત્સાહના ઘોડાપુર

રાજકોટ : ૧૬ વર્ષની સફળતા બાદ શ્રી ઉમિયાધામ સિદસર પ્રેરીત ‘કલબ યુવી નવરાત્રી મહોત્સવ -૨૦૨પ'માં જમાવટ થઇ રહી છે.
કલબ યુવીના ચોથા નોરતે ગોલ્ડન ક્રાઉન ગ્રુપના હર્ષદભાઈ ભોરણીયા, રેડરેનના પ્રજ્ઞેશ સુરાણી, સુમો પાઈપ્સના ધીરૂભાઈ ડઢાણીયા, શિલ્પન ગ્રુપના સમીરભાઈ કાલરીયા, મેટોડાના ઉદ્યોગપતિઓ ચંદુભાઈ વિરાણી, મનીષભાઈ મેડક, ગોપાલ નમકીનના બિપીનભાઈ હદવાણી, નરેન્દ્રસિંહ જાડેજા, ઉમેશભાઈ માલાણી, અનુપમભાઈ દોશી, નલીનભાઈ તન્ના, કલબ યુવી નવરાત્રી ગ્રાઉન્ડના દાતા જયોતિરાજસિંહ જાડેજા, યોગીરાજભાઈ જાડેજા, જયરાજસિંહ જાડેજા, એ માતાજીની આરતીનો લ્હાવો લીધો હતો. પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોધરા, શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશી, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકર, દંડક મનીષભાઈ રાડીયા, મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, પૂર્વ ધારાસભ્ય ગોવિદંભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, શહેર ભાજપ મહિલા પ્રમુખ કિરણબેન માકડીયા, તથા વોર્ડ નં. ૧૧ ભાજપ ટીમ પોલીસ કમિશ્નર બ્રિજેશકુમાર ઝા, એ.સી.પી. ચૌધરી, કોંગેસ અગ્રણી અશોકસિંહ વાઘેલા, ગાયત્રી બા વાઘેલા સહીતના ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરી કલબ યુવીના મહેમાન બન્યા હતા.
કલબ યુવી દ્રારા રાજકોટના ચાર્ટડ એકાઉન્ટન્ટ પ્રભુદાસભાઈ ડઢાણીયા, ચિરાગ ઝાલાવડીયા, રાજ મારવાણીયા, માનસી મારવાણીયા, અરૂણકુમાર ઘેટીયા, કુનાલ કાલરીયા, કરણ કાસુન્દ્રા, વિપુલ માકડીયા, પ્રગતિ કાસુન્દ્રા, નેહા ડેડાણીયા, જલ્પા ઝાટકીયા. વિશાલ ફળદુ, પૂર્વી ઉકાણી, ઉર્જા ગામી, દિશાબેન મારવાણીયા, માનસી ફળદુ, ડેનીશા ધોડાસરા, રાજ સરધારીયા, ધવલ વાછાણી સહીતનાનું સન્માન કરવામાં આવ્યુ હતું
કલબ યુવીના નવરાત્રી મહોત્સવમાં ચોથા નોરતે ટ્રેડીશ્નલ ડ્રેસમાં સજજ ખેલૈયાઓ મન મુકીને ઝુમ્યા હતા. કલબ યુવીમાં દરરોજ કેટેગરી વાઈસ વિજેતા ખેલૈયાઓને ઇનામ આપવામાં આવે છે. જેમાં કલબ યુવી માં ચોથા નોરતે ચિલ્ડ્રન વેલ ડ્રેસ પિન્સેસ રુહી ગોંડલીયા, આરવી વાછાણી, ચિલ્ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સ વ્રજ પટેલ, હાર્દ કડીવાર ચિલ્ડ્રન પ્રિન્સેસ મિષ્ઠી અઘેરા, શાન્વી અઘેરા, ચિલ્ડ્રન પ્રિન્સ રીયાન અગોલા, સૌમ્ય વાછાણી, એડલ્ટ વેલ ડ્રેસ પ્રિન્સેસ વિશ્વા ઉકાણી, હેતલ જાવીયા, આયુષી અરનીયા, વેલ ડ્રેસ પ્રિન્સ હેત મૌર્ય, પાણ હસ્તીન, રાજકુમાર ગોવાણી, પ્રિન્સેસ તરીકે પાયલ સુતરીયા, હેત્વી કાલરીયા, ધારા ચાંગેલા, ઍડલ્ટ પ્રિન્સ તરીકે રજોડીયા નિર્ભય, કાવઠીયા મૌલીક, કર્મ ફળદુ વિજેતા બન્યા હતા. કલબ યુવીના ચોથા નોરતે વિજેતા ખેલૈયાઓને ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ. ચિરાગ જાદવ, પીએસઆઈ અનીરૂધ્ધસિંહ પરમાર, પી.એસ.આઈ. વનરાજસિંહ ડોડીયા, સી.એ. મનીષભાઈ ઘેટીયા તથા નેહાબેન, સી.એ. રાજભાઈ મારવાણીયા તથા માનસીબેન, કલબ યુવીના કો-ડાયરેકટર કાંતીભાઇ ઘેટીયા તથા મધુબેન કલબ યુવી ના બોર્ડ ઓફ ડાયરેકટરો બીપીનભાઈ બેરા તથા રશ્મીબેન, પ્રફુલભાઈ કાથરોટીયા, સુરેશભાઈ ઓગાણજા તથા વૈશાલીબેન, સંદીપભાઇ માકડીયા, નરેન્દ્રભાઈ ઘેટીયા તથા હિનાબેન, ડો. કલ્પેશભાઈ ઉકાણી તથા મેઘનાબેન, જીજ્ઞેશભાઈ આદ્રોજા, વિજયભાઇ ડઢાણીયા તથા સોનલબેન, ચેતનભાઈ દેત્રોજા તથા હિતેશાબેન, એન.જે. પેન્ટર્સના નિલેશભાઈ, ભરતભાઈ ટીલવા, ગીરધરભાઈ રૈયાણી, અનીલભાઈ કડવાણી એ ઇનામ આપી પ્રોત્સાહીત કર્યા હતા
(3:30 PM IST)










