News of Friday, 26th September 2025
રઘુવંશી પરીવાર રાસોત્સવના આંગણે મહેમાનોનો મેળાવડો
ગાયકો અજય ગઢવી, રૂપાલી જાંબુચા, નિહાલ પિત્રોડા, વિજય બારોટના મધુર કંઠથી ખેલૈયાઓ મંત્રમૂગ્ધ

રાજકોટઃ કાલાવડ રોડ ખાતે આવેલ શાશ્વત પાર્ટી પ્લોટમાં ચોથા નોરતે રઘુવંશી સમાજના ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળ્યો હતો. ખેલૈયાઓ તથા તેમજ વૃધ્ધ આશ્રમના વડીલો સંગીતાના શૂરથી તાલીઓના તાલ સાથે ગરબે રમતા ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો તેમજ વડીલોએ અકિલા રઘુવંશી પરીવાર રાસોત્સવના આંગણે પ્રસાદનો લાભ લીધેલ હતો.
નવરાત્રિના ચોથા નોરતે અકિલા રઘુવંશી પરીવાર રાસોત્સવમાં ખલૈયાઓ અલગ-અલગ ગ્રુપ દ્વારા અવનવા ડ્રેસકોડ સાથે સુર અને તાલ સંગ રાસ રમતા ગ્રાઉન્ડ આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતું એક થી એક ચઢીયાતા પ્રાચીન અર્વાચીન ગરબા અને ગીતો તેમજ શુભઇવેન્ટસના આશિષ કોટક તથા કવિતા કોટકનું ઓર્કેસ્ટ્રા તથા અદ્યતન સાઉન્ડ સીસ્ટમ ગણેશ સાઉન્ડ હાઇ-ટેક સાઉન્ડ સીસ્ટમથી ખેલૈયાઓ આફરીન થયા હતા અને મન મુકી ઝૂમી ઉઠયા.
આ પ્રસંગે પોલીસ કમિશ્નર બ્રિજેશકુમાર ઝા, ડીસીપી ઝોન-૧ હેતલ પટેલ, રાજકોટ ક્રાઇમબ્રાન્ચ પી.આઈ. સાથે શ્રી મેહુલ ગોંડલીયા, અમિતભાઈ રૂપારેલીયા, પરેશભાઈ શીંગાળા, પ્રિયાંકભાઈ કારીયા, બિપિનભાઈ બુધ્ધદેવ, મનુભાઈ જોબનપુત્રા ઉપસ્થિત રહેલ.
ચોથા નોરતે પ્રિન્સ ફર્સ્ટ કેવિન ભીમાણી, સેકન્ડ પ્રિન્સ ખંજન રૂપારેલીયા, થર્ડ પ્રિન્સ ભાવીન કકકડ, ફર્સ્ટ પ્રિન્સેસ ધાર્મી ગોટેચા, સેકન્ડ પ્રિન્સેસ રાધિકા કોટક, થર્ડ પ્રિન્સેસ જાનવી ઉનડકટ, તથા કિડસમાં ફર્સ્ટ પ્રિન્સ ધ્યાનમ ચંદારાણા, સેકેન્ડ પ્રિન્સ ભવ્ય ખિલોસીયા, થર્ડ પ્રિન્સ વત્સ માગેચા, તથા કિડસમાં ફર્સ્ટ પ્રિન્સેસ પલક કાનાબાર, સેકેન્ડ પ્રિન્સેસ પુષ્ટી કેસરીયા, થર્ડ પ્રિન્સેસ દિયા સોમમાણેક વિજેતા જાહેર કરેલ તેમજ વેલડ્રેસમાં ધ્રિત, ક્રિશા, ભવ્ય મણીયાર, પ્રિયા ગણાત્રાને વિજેતા જાહેર થયેલ.
આયોજનને સફળ બનાવવા આયોજકની ટીમ પરેશભાઈ વિઠલાણી, હસુભાઈ ભગદેવ, પ્રતાપભાઈ કોટક, શૈલેષભાઈ પાબારી, ધર્મેશભાઈ વંસત, જતીન દક્ષિણી, કૌશીક માનસતા, પ્રકાશભાઈ સોમૈયા, મેહુલ નથવાણી, શ્યામલ વિઠલાણી, અશ્વિનભાઈ જોબનપુત્રા, અમીતભાઈ અઘીયા, મોહીતભાઈ નથવાણી, જતીનભાઈ પાબારી, કલ્પેશભાઈ તન્ના, વિપુલભાઈ મણીયાર, રાજભાઈ બગડાય, મયુરભાઈ અનડકટ, વિપુલ કારીયા, રશેષભાઈ કારીયા, ધવલભાઈ પાબરી, અમીતભાઈ દક્ષિણી, ઉમેશભાઈ સેદાણી, લાલભાઇ (સેઠજી), કેયુરભાઈ રુપારેલ, હિતેશભાઈ ગટેચા, રાજુભાઈ થાવરીયા, સંદીપભાઈ લાખાણી, કિરીટભાઈ કેશરીયા, રાકેશભાઇ ચંદારાણા, રાજ વિઠલાણી, પાર્થ કોટક, માનવ કારીયા, ધ્રુવ રાજા, કિશન વિઠલાણી, કેવલ વંશત, કેજશ વિઠલાણી, પાર્થ જોબનપુત્રા, યશ ચોરેલીયા, કિતી શીંગાળા, રુશીલ ગટેચા, હિરેન કારીયા, હિમાશું કારીયા, મહેન્દ્ર જીવરાજાણી, કાનાભાઈ સોનછાત્રા, હેમાંગ તન્ના, અલ્પેશ ભુપતા, જિલ ગનાત્રા, કેવલ તન્ના, હાર્દિક તન્ના, યશ અજાબીયા, ધ્રુમિલ ગોંધીયા, પ્રેમ જોબનપુત્રા, હેમલ વિઠલાણી, ભાવીન તન્ના, ભાવેશ પાવાગઢી, શિતલ બુદ્ધદેવ, મનીશાબેન ભગદેવ, શિલ્પાબેન પુજારા, તરુબેન ચંદારાણા, કશ્મીરાબેન નથવાણી જહેમત ઉઠાવી રહ્યા છે. વિશેષ માહિતી માટે મો. ૯૮૨૪૪૦૦૩૦ ઉપર કરવા યાદીમાં જણાવ્યું છે.
(3:33 PM IST)










