News of Friday, 26th September 2025
એર ઇન્ડીયાની રાજકોટ- સોૈરાષ્ટ્રની પ્રજાને દિવાળીની ભેટ ૨૬ ઓકટોબરથી રાજકોટ-દિલ્હી વચ્ચે ત્રીજી ફલાઇટ શરૂ
એરપોર્ટનું ફલાઇટ સેડયુલ જાહેરઃ રાજકોટ- મુંબઇ વચ્ચે બંધ કરાયેલ એક ફલાઇટ ૧ લી ઓકટો.થી ફરી શરૂ કરાશે

રાજકોટ તા.૨૬: રાજકોટ- સોૈરાષ્ટ્રની પ્રજાને દિવાળી ભેટ એર ઇન્ડિયા આપશે, દિલ્હીની સવારની ફ્લાઈટ આગામી ૨૬ ઓક્ટોબર એટલે દિવાળી પછી રાજકોટથી દિલ્હીની સવાર વચ્ચે શરૂ થવા જઈ રહી છે.
આ ફલાઇટ શરૂ થતાંની સાથે રાજકોટનાં વેપારીઓ અને ઉદ્યોગકારોને સવારે ફ્લાઇટમાં દિલ્હી પહોંચી સાંજની દિલ્હીની ફ્લાઇટમાં પરત આવવાની સુવિધા મળશે. આ ફ્લાઈટનો સમય સવારે ૧૦.૧૦ વાગ્યાનો રહેશે. હાલ રાજકોટથી દિલ્હી જવા માટે સાંજની ૨ ફ્લાઇટ ઉડાન ભરી રહી છે, જે વધીને હવે ૩ થશે.
મુંબઈ અને દિલ્હી સાથે વધુ એક નવી દિલ્હી માટેની ફ્લાઈટ શરૂ કરવામાં આવશે. જેનો સમય સવારે ૧૦:૧૦ વાગ્યાનો રહેશે. વિન્ટર શેડ્યુલમાં એર ઇન્ડિયાની ૨ દિલ્હી અને ૨ મુંબઈ માટેની ફ્લાઈટ ઉડાન ભરશે. હાલના તબક્કામાં મુંબઈ માટેની સવારની ફ્લાઈટ થોડા દિવસો માટે બંધ કરાઈ છે, જે ૧ ઓક્ટોબરથી ફરીથી શરૂ થઈ જશે.
હાલમાં રાજકોટ હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી ૧૨ જેટલી ડોમેસ્ટીક ફલાઈટની ટ્રીપો ચાલી રહી છે. તેમજ મહિને ૮૦ હજારથી ૧ લાખ જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. ખાસ કરીને રાજકોટ-મુંબઈ તથા રાજકોટ-દિલ્હી બન્ને શહેરો ખાતે મુસાફરી કરનાર વર્ગ ખુબ જ વધારે છે, તો તેને ધ્યાનમાં રાખી રાજકોટ-દિલ્હી માટે સવારની દૈનિક ફલાઈટ તથા રાજકોટ-મુંબઈ માટે સવારની અને રીર્ટન સાંજની દૈનીક ફલાઈટ શરૂ કરવા માટે વિવિધ એરલાઈન્સ કંપનીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.
આમ રાજકોટ ચેમ્બરની રજૂઆતને સફળતા મળી છે અને એર ઈન્ડિયા દ્વારા વિન્ટર શેડયુલ જાહેર કરીને આગામી ૨૬મી ઓકટોબરથી રાજકોટથી દિલ્હી માટે સવારની ફલાઈટ શરૂ કરવામાં આવનાર છે અને તેનો સમય સવારે ૧૦.૧૦ વાગ્યાનો રહેશે.
હિરાસર એરપોર્ટ ફલાઇટ આવવા- ઉપડવાનો શિડયુલ

(3:36 PM IST)










