તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th September 2025
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક હાઈટેક સુવિધાસભર અને મલ્ટીકયુઝીન રેસ્ટોરન્ટનું નિર્માણ
રાજસ્થાની અને કાઠીયાવાડી થીમ સાથેનાં વેડીંગ ડેસ્ટીનેશન પ્લેસની રાજકોટને ભેટ

રાજકોટ, તા. ર૬: શહેરથી ૧૫ કીલોમીટર દૂર કુવાડવા ચોકડી પાસે ઇન્ટરનેશનલ એરપોર્ટથી નજીક દેશ-વિદેશના પ્રવાસીઓ અને રાજકોટના નિવાસીઓની સુખ-સુવિધાઓ માટે જાજરમાન એમ-ફાર્મ રિસોર્ટનું નિર્માણ કરવામાં રવામાં આવ્યું છે. છેલ્લા પાંચ વાંચ વરસથી આ રિસોર્ટનું નિર્માણ કાર્ય ચાલતું હતું જે પૂર્ણ થતા લોકોની સેવા માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. રાજસ્થાની તથા કાઠીયાવાડી થીમ સાથે અહીં વેડીંગ ડેસ્ટીનેશન પ્લેસ ઉપરાંત આધુનિક હાઈટેક સુવિધા સભર મલ્ટીકયુઝીન રેસ્ટોરન્ટ પણ કાર્યરત હોવાનું જણાયુ છે.
એમ ફાર્મ રીસોર્ટસના ઓનર પ્રદીપસિંહ ઝાલા એ પત્રકાર પરીષદમાં વિગતો આપતા જણાવ્યું હતું કે રાજકોટ અને સૌરાષ્ટ્રમાં આ -થમ રીસોર્ટસ છે કે જેમાં સ્વીમીંગ પુલની સાથે ઘટાટોપ વળક્ષોની વચ્ચે પ્રાકળતિક વાતાવરણમાં મલ્ટીકયુઝીન રેસ્ટોરન્ટ પણ ઉપલબ્ધ છે. આ રિસોર્ટના બે મુખ્ય હેતુઓ છે જેમાં રાજકોટની નજીકમાં જ એક ડેસ્ટિનેશન વેડિંગ પ્લેસ ઉપરાંત અહીં નાના-મોટા બે વિશાળ પાર્ટી પ્લોટ છે. મહેમાનોના સ્વાગત અને આતિથ્ય માટે વિવિધ પ્રકારના રૂમ્સ તથા ટેન્ટની વિશાળ શ્રેણી છે. રૂપીયા ૩૯૯૯ થી માંડીને ૩૪,૯૯૯ સુધીના રૂમના પેકેજ ઉપલબ્ધ છે. એ ઉપરાંત વિવિધ પ્રકારના રેસ્ટોરન્ટ પણ અહી ઉપલબ્ધ છે જેમાં કાઠીયાવાડી, સાઉથ ઇન્ડીયન, પંજાબી, મેકસીકન, ઇટાલીયન, વીગન મીલ તેમજ સ્પેશ્યલ કીડસ મેનું ઉપલબ્ધ રહેશે તથા નવદંપતી માટે સ્વતંત્ર રાજમહેલ અને અલગ સ્વતંત્ર તાાનાગાર છે. બાળકો અને મોટેરાઓ માટે પણ અલગ-અલગ તાાનાગાર છે. આ રીસોર્ટમાં ૧૬ રૂમ, ૧૬ ટેન્ટ, સ્વીમીંગ પુલ ઉપરાંત આઉટડોર, ઇનડોર સહીતની અઢળક સુવિધાઓ ઉપલબ્ધ હોવાનું જણાવાયું છે.
એમ-ફાર્મ રિસોર્ટમાં ઘટાટોપ વળક્ષો, ચોતરફ હરીયાળી અને પ્રાકળતિક વાતાવરણ છે. સ્વચ્છ આબોહવા તથા દૂર ક્ષિતિજ સુધીના રમણીય દ્રશ્યો છે. જે રાજસ્થાન, કચ્છ તેમજ સાસણની પ્રતિકળતિ કરાવશે. સૌથી મહત્વની વાત એ છે કે ભોજન માટેની સામગ્રીની પસંદગી નિષ્ણાતો દ્વારા કરવામાં આવે છે. રાજકોટના નવા ઇન્ટરનેશનલ એરપોર્ટથી ફકત ૮ કિલોમીટર દૂર સારામાં સારી વ્યવસ્થા એમ ફાર્મ રિસોર્ટ પૂરી પાડે છે. આજુબાજુના ઔદ્યોગિક વિસ્તારો જેવા કે વાંકાનેર, મોરબી, જામનગર, શાપર, વેરાવળ, મેટોડા વગેરે ઔદ્યોગિક ક્ષેત્રો માટે દેશ-વિદેશથી આવતા કોર્પોરેટ સેકટરના અતિથિઓ માટે એમ ફાર્મ રિસોર્ટ વિશિષ્ટ સૌજન્યશીલતા અને સ્વાગત પરંપરા દાખવે છે તેમ જણાવાયું છે.
એમ ફાર્મમાં એક પ્રકારનું રજવાડી સુખ અનુભવાય છે. અહીં રાજસ્થાની સંસ્કળતિની કિલ્લેબંધી છે અને કાઠિયાવાડી સંસ્કળતિની મહેક છે. એક વખત મુલાકાત લેવા અંતમાં જણાવાયું છે.(તસ્વીરઃ અભિજીત બગથરિયા)(
(3:39 PM IST)










