તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th September 2025
બંગાળની ખાડીની સિસ્ટમ વેલમાર્ક પ્રેસરમાં ફેરવાઇ : ૪૦ કલાકમાં ડીપ્રેસન બનશે : ર૮મીથી દક્ષિણ-મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રના કાંઠા ક્ષેત્રમાં વરસાદ
વેધર એનાલીસ્ટ ગૌરવ રાણીંગાની આગાહી : ર૯-૩૦-૧ લી ઓકટોબર દરમિયાન ભાવનગર-અમરેલી-જુનાગઢ- રાજકોટ ગીર-સોમનાથ, પોરબંદર ક્ષેત્રમાં ૧ થી ૩ ઇંચ ખાબકશે

રાજકોટ, તા. ર૬ : જુનાગઢના જાણીતા વેધર એનાલીસ્ટ શ્રી ગૌરવ રાણીંગાએ જણાવ્યું હતું કે, બંગાળની ખાડીમાં નોર્થ આંધ્રપ્રદેશ સાઉથ ઓડિશા કાંઠે રહેલી લૉ પ્રેશર સિસ્ટમ હવે મજબૂત થઈ વેલમાર્ક લૉ પ્રેશરમાં ફેરવાઈ ગઈ છે, આ સિસ્ટમ આગામી ૨૪-૪૮ કલાકમાં વધુ મજબૂત થઈ ડિપ્રેશનમાં ફેરવાશે અને મુખ્યત્વે પヘમિ દિશા તરફ આગળ વધશે અને મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારો ઉપર આવશે. તા.૨૯-૩૦ ના રોજ આ સિસ્ટમ મહારાષ્ટ્ર લાગુ દક્ષિણ ગુજરાતના વિસ્તારો ઉપર આવે અને ત્યાંથી વધુ પヘમિ દિશામાં આગળ વધી દક્ષિણ સૌરાષ્ટ્ર કાંઠા નજીક અરબ સાગરમાં એક મજબૂત સિસ્ટમ તરીકે પ્રવેશ કરશે.
આ સિસ્ટમની અસરથી ૨૮ તારીખથી દક્ષિણ ગુજરાત, લાગુ મધ્ય ગુજરાત અને દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. શરૂઆતમાં દક્ષિણ ગુજરાત બાજુ વધુ જોર રહે ત્યારબાદ ૨૯-૩૦ સપ્ટેમ્બર અને ૧ ઓકટોબર સુધી સૌરાષ્ટ્રમાં પણ વરસાદનું જોર રહી શકે છે. સૌરાષ્ટ્રમાં વધુ અસર દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા લાગુ ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ જિલ્લાના કેટલાક ભાગો, ગિર સોમનાથ અને પોરબંદર જિલ્લાઓમાં જોવા મળી શકે જ્યાં આગાહીના ટોટલ દિવસોમાં કેટલાક સ્થળે એક થી ત્રણ ઇંચ અને સિસ્ટમના ટ્રેક મુજબ સીમિત વિસ્તારોમાં વધુ ભારે વરસાદ પણ જોવા મળી શકે છે.
ઉતર પヘમિ સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે હળવા ભારે ઝાપટાં અને સીમિત વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળે તેવી સંભાવના છે. મધ્ય પૂર્વ ગુજરાતમાં છૂટાંછવાયાં વિસ્તારોમાં એક થી બે ઇંચ અને ખૂબ સીમિત વિસ્તારોમાં તેથી વધુ વરસાદની સંભાવના.કચ્છ અને ઉત્તર ગુજરાતમાં સીમિત વિસ્તારોમાં ગાજવીજ સાથે છૂટાંછવાયાં ઝાપટાં હળવો વરસાદ શકય. સિસ્ટમના ટ્રેકમાં હજુ થોડો ફેરફાર શકય છે જે મુજબ વરસાદના વિસ્તારો અને માત્રામાં પણ ફેરફાર થઈ શકે છે. (વેધર બાય- ગૌરવ રાણીંગા).
નોંધઃ માહિતી હાલના વેધર ચાર્ટના આધારે છે જેમાં આગળ કુદરતી ફેરફાર થઈ શકે છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હવામાન વિભાગની અપડેટ ધ્યાને લેવા વિનંતી.
(3:41 PM IST)










