તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Friday, 26th September 2025
‘શી' ટીમોએ ભુલા પડેલા સિનીયર સીટીઝનને અને આપઘાત કરવા નીકળેલા મહિલાને ઘરે પહોંચાડયા

રાજકોટઃ શહેર પોલીસની ‘શી' ટીમ દ્વારા બે નોંધપાત્ર કામગીરી થઇ છે. પાયલબેન ઓઝા નામના એક મહિલા રાતે ઘરેથી નીકળ્યા બાદ રસ્તો ભુલી ગયા હોઇ તેમણે પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરતાં શી ટીમ પહોંચી હતી અને તેમની પૃછા કરી ઘર શોધીને સલામત રીતે પહોંચાડયા હતાં. જ્યારે અન્ય એક મહિલા આજીડેમ નજીક અવાવરૂ સ્થળે ઉભા હોઇ શી ટીમે પૃછા કરતાં ઘરે પતિ સાથે ઝઘડો થતાં નીકળી ગયાનું અને આપઘાત કરવા જઇ રહ્યાનું કહેતાં તેણીને સમજાવી તેના પતિને બોલાવી સમજાવીને ઘર પરત જવા રવાના કર્યા હતાં. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી આર. એસ. બારીયાની સુચના અને પીઆઇ એમ. એચ. ભાટી તથા પીઆઇ મયુરધ્વજસિંહ સરવૈયાની રાહબરીમાં શી ટીમના કોકીલાબેન સોલંકી, દક્ષાબેન મકવાણા, પ્રિયંકાદેવી ડોડીયા, કુંજબેન ચાવડા, જાગૃતિબેન ચાવડા, સુજાતાબેન સહિતે આ કામગીરી કરી હતી.
(3:43 PM IST)










