<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th September 2025

મેટોડામાં કાકીનો મોબાઇલ નંબર માંગનારને સમજાવતાં જતાં યુવાન પર ધોકાથી હુમલો

વચ્‍ચે પડેલા કાકાને પણ માથામાં ઘાઃ મુળ આસામના કાકા-ભત્રીજાને યુપીના શખ્‍સે ફટકાર્યાઃ બંને રાજકોટ સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૭: મેટોડામાં રહેતાં મુળ આસામના યુવાન અને તેના કાકા -ઉપર પડોશમાં જ રહેતાં યુપીના શખ્‍સે ધોકાથી હુમલો કરી બંનેને માર મારતાં માથામાં લોહીલુહાણ હાલતમાં રાજકોટ સારવાર માટે ખસેડાયા હતાં. યુવાનના કાકી ઘર પાસે હતાં ત્‍યારે યુપીના શખ્‍સે તેની પાસે મોબાઇલ નંબર માંગ્‍યા હોઇ સાંજે તેણીએ પતિ ઘરે આવ્‍યા ત્‍યારે આ બાબતે વાત કરતાં આ શખ્‍સને સમજાવવા જતાં  હુમલો થયો હતો.

જાણવા મળ્‍યા મુજબ મુળ આસામના સોહીદુલ ઇસ્‍માઇલ આલમ (ઉ.વ.૨૪) અને તેના કાકા રોબીયાલ હુશેન જુલ્‍હાસ (ઉ.વ.૨૫) મેટોડા ગેઇટ-૧માં પાવર હાઉસ પાસે રહે છે અને ગ્રાઇન્‍ડીંગનું કામ કરે છે.  આ બંને સાંજે કામેથી ઘરે આવ્‍યા ત્‍યારે સોહીદુલના કાકીએ વાત કરી હતી કે પડોશમાં રહતાં યુપીના મુન્‍હાર નામના શખ્‍સે મારી પાસે મોબાઇલ નંબર માંગ્‍યા હતાં.

આથી સોહીદુલ અને તેના કાકા રોબીયાલ મુન્‍હારને આ બાબતે સમજાવવા ગયા હતાં અને હવે પછી આ રીતે વર્તન નહી કરવાનું કહેતાં મુન્‍હાર સહિતનાએ ઝઘડો કરી ગાળો દીધી હતી અને લાકડાના ધોકાથી હુમલો કરી બંને કાકા-ભત્રીજાને માર મારતાં સારવાર માટે દાખલ કરાયા હતાં. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ધર્મેન્‍દ્રભાઇ હુદડ, પ્રકાશભાઇ રાઠોડ, ધર્મેન્‍દ્રભાઇ ચાવડાએ મેટોડા પોલીસને જાણ કરી હતી.

(11:42 AM IST)