તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 27th September 2025
ખોડીયાર ગરબીમાં ‘શી' ટીમનો કેમ્પ
બાળાઓ, મહિલાઓને વિવિધ મુદ્દે સમજ અપાઇ

રાજકોટઃ શહરેના ખોડીયાર ગરબી મંડળ ખાતે મહિલા પોલીસ સ્ટેશનની શી ટીમે પહોંચી બાળાઓ તેમજ ગરબી જોવા બેઠોલમહિલાઓને અલગ અલગ મુદ્દે જાગૃતિનો સંદેશો આપ્યો હતો અને વિસ્તૃત સમજ આપી હતી. જેમાં શી ટીમની કામગીરી, સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન-૧૯૩૦, ૧૧૨ નંબર સહિતની માહિતી અપાઇ હતી. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી આર. એસ. બારીયા, પીઆઇ એમ. એચ. ભાટીની સુચનાથી શી ટીમના ઇન્ચાર્જ કોકીલાબેન સોલંકી, દક્ષાબેન મકવાણા, પ્રિયંકાદેવી ડોડીયા, કુંજબેન ચાવડાએ આ કામગીરી કરી હતી.
(2:15 PM IST)










