<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th September 2025

૮ હજાર ઘરોની છત પર સોલાર પેનલો લગાવવાનો લક્ષ્યાંક સિધ્‍ધ કરતી સુર્યકમલ ઇન્‍ફ્રા પ્રા.લી.

સાથે ગ્રામ્‍ય વિસ્‍તારોમાં રોજગારી ઉભી કરવાનો લક્ષ્યાંક : દિવ્‍યેશભાઇ પંચોલી

રાજકોટ તા. ૨૭ : ભારત સુર્યદેવનો આરાધક છે. ત્‍યારે હવે સુર્યદેવની ઉર્જાનો ભરપુર લાભ ઉઠાવવા ઘરે ઘરે રૂફટોપ સોલાર સીસ્‍ટમો લગાવવામાં આવી રહી છે. જેમાં સુર્યકમલ ઇન્‍ફ્રા. પ્રા.લી. દ્વારા અત્‍યાર સુધીમાં ૮૦૦૦ ઘરો પર સોલાર સીસ્‍ટમ લગાવવાનો લક્ષ્યાંક પાર પાડવામાં આવ્‍યો છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સુર્યકમલ ઇન્‍ફ્રા.ના દિવ્‍યેશભાઇ પંચોલીએ જણાવ્‍યુ હતુ કે સુર્યકમલ છેલ્લા ૧૦ વર્ષથી આ વિસ્‍તારમાં કાર્યરત છે. સોલાર પેનલનું જાતે જ ઉત્‍પાદન કરે છે અને આખી સોલાર સીસ્‍ટમમાં જે કઇ પાર્ટસનો ઉપયોગ થાય છે તે સારી કવોલીટીના વાપરવા આગ્રહ રાખવામાં આવે છે. જેથી ગુણવતા બરાબર જળવાઇ રહે. સોલાર સીસ્‍ટમના ઇન્‍સ્‍ટોલેશન માટે નિષ્‍ણાંત ટેકનિશ્‍યનો અને કુશળ કારીગરોને કામે લગાડવામાં આવે છે. સુર્યકમલ પેનલની સોલાર રૂફટોપ સિસ્‍ટમ ૩.૩ કિલો વોટની કિટ આપે છે અને ઇન્‍સ્‍ટોલેશન સહીત રૂ.૧,૫૦,૦૦૦ (દોઢેક લાખ)નો ખર્ચ થાય છે. તેમાં વળી સરકાર તરફથી રૂ.૭૮૦૦૦ ગ્રાન્‍ટ મળવા પાત્ર હોય છે. એટલે ગ્રાહકને આખી સીસ્‍ટમ અડધા ભાવમાં જ પડે છે. હાલ નવરાત્રી નિમિતે વિશેષ સ્‍કીમનો પણ ગ્રાહકોને લાભ અપાય છે.

સાથે સાથે સુર્યકમલ ઇન્‍ફ્રા દ્વારા રોજગારી પણ પુરી પાડવામાં આવે છે. જેમાં કચ્‍છ અને સૌરાષ્‍ટ્રના જિલ્લા-તાલુકા અને ગામડાઓમાં ડીલરોની હાલ નિમણુંકો થઇ રહી છે. જે કોઇ એન્‍જીનીયર કે સોલારનો બીઝનેશ કરવા ઇચ્‍છુક હોય તેમને તાલીમ આપીને કંપની સાથે જોડવામાં આવે છે. ખાસ કરીને ગ્રામ્‍ય કક્ષાએ ડીલરોની નિમણુંક કરવાથી ગ્રામીણ વિસ્‍તારના ગ્રાહકોને ઝડપથી સર્વીસ મળતી થાય તેવો આશય કંપની રાખી રહી છે.

રેસીડેન્‍સીયલ અને કોમર્શીયલ ગ્રીન એનર્જી પ્રોજેકટ માટે કે ડીલરશીપ અંગેની વધુ માહીતી માટે મુકેશભાઇ પરમાર (મો.૯૮૨૫૧ ૫૮૩૩૧)નો સંપર્ક કરી શકાશે.

તસ્‍વીરમાં ‘અકિલા'ના મોભી શ્રી કિરિટભાઇ ગણાત્રા સમક્ષ સોલાર ઉર્જા પ્રોજેકટની વિગતો વર્ણવતા સુર્યકમલ ઇન્‍ફ્રા પ્રા.લી.ના ફાઉન્‍ડર દિવ્‍યેશભાઇ પંચોલી અને મુકેશભાઇ પરમાર નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(2:35 PM IST)