<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th September 2025

રાજકોટ જિલ્લા પંચાયતની ૮૪૬ શાળાઓના ૧.૧૦ લાખ છાત્રોની ૬ ઓકટોબરથી પરીક્ષા

રાજકોટ, તા. ર૭ :  જિલ્લા પંચાયતના કાર્યક્ષેત્રમાં આવતી પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓની પરીક્ષા ૬ ઓકટોબરથી શરૂ થશે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી દિક્ષિત પટેલના માર્ગદર્શન હેઠળ પરીક્ષાનું આયોજન થઇ રહ્યું છે. તા. ૧પ ઓકટોબર આસપાસ પરીક્ષા પૂર્ણ થયા બાદ તુરત વિદ્યાર્થીઓ માટે ર૧ દિવસનું દિવાળી વેકેશન શરૂ થશે.

રાજકોટ જિલ્લા પંચાયત હસ્‍તક ૮૪૬ પ્રાથમિક શાળાઓ કાર્યરત છે. ધો. ૧ અને ર માં પરીક્ષા લેવાતી નથી. ધો. ૩ થી ૬ માં પાંચ વિષયોની અને ધો. ૭ તથા ૮માં ૭ વિષયોની પરીક્ષા લેવાની જોગવાઇ છે. ૮૪૬ શાળાઓના ૧.૧૦ લાખ જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. આ પરીક્ષા પ્રથમ સત્રાંત પરીક્ષા તરીકે ઓળખાશે.

(2:37 PM IST)