<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th September 2025

મિલ્‍કત સંબંધી ચોરીઓમાં સામેલ સંજય ઉર્ફ ભુરો અને રામજીને પાસામાં ધકેલાયા

થોરાળા પીઆઇ એન. જી. વાઘેલા, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી અને ટીમે વોરન્‍ટ બજવણી કરી વડોદરા અને સુરત જેલહવાલે કરાયા

રાજકોટ તા. ૨૭: ચોરીઓના ગુનાઓમાં સામેલ વધુ બે શખ્‍સને પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ પાસા તળે જેલમાં ધકેલી દીધા છે.

જંગલેશ્વર-૧૫માં ડો. નફીશાબેનના દવાખાનાવાળી શેરીમાં રહેતો સંજય ઉર્ફ ભુરો શંકરલાલ રાજાણી અને મોરબી રોડ જકાતનાકા પાસે ૨૫ વારીયામાં ઠાકર ચોક નજીક ભાડેથી રહેતાં રમેશ છગનભાઇ સરવૈયાને પાસા તળે જેલમાં ધકેલવાની દરખાસ્‍ત જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી હેતલ પટેલ, એસીપી બી. વી. જાધવની રાહબરીમાં તૈયાર કરવામાં આવી હતી. જે પોલીસ કમિશનરે મંજુર કરી હતી અને સંજય ઉર્ફ ભુરાને વડોદરા જેલમાં તથા રમેશને સુરત જેલમાં ધકેલવા હુકમ કર્યો હતો.

વોરન્‍ટ બજવણી સહિતની કામગીરી થોરાળા પીઆઇ એન. જી. વાઘેલા, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી, એએસઆઇ જયેશભાઇ નિમાવત, મહેશભાઇ સોલંકી, હેડકોન્‍સ. ભરતભાઇ ડાભી, કિશોરભાઇ પરમાર, હસમુખભાઇ નીનામા, ધર્મેન્‍દ્રભાઇ કુંચાલા, કોન્‍સ. દિવ્‍યરાજસિંહ જાડેજા, રાકેશભાઇ બાલાસરા અને પીસીબીના એમ.આર. ગોંડલીયા, રાજુભાઇ દહેકવાલ તથા ઇન્‍દ્રજીતસિંહ સીસોદીયાએ કરી હતી.

(2:56 PM IST)