<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th September 2025

વાગે રે નગારા રે મારા વિરપુર ધામમાં ‘‘અકિલા રઘુવંશી બીટસ'' માં ખેલૈયાઓએ રાસની રમઝટ બોલવી

સ્‍ટેજના આર્કષક ડેકોરેશનથી સુંદર નજારોઃ પારીવારીક મહોત્‍સવમાં દરરોજ ખેલૈયાઓ રમવા થનગને છે

રાજકોટઃ સાધુ વાસવાણી રોડ ઉપર રઘુકુળ યુવા ગ્રુપ રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્‍સવમાં પાંચમાં નૌરતે અત્‍યંત રસાકસીભરી તંદુરસ્‍ત રોકાઈ બાદ ગ્રુપ-એ માં પ્રિન્‍સ તરીકે જય વસાણી, વિષ્‍ણુ દત્તાણી, મલય મજેઠીયા તથા પ્રિન્‍સેસ તરીકે ખુશી મજેઠીયા, ખુશી પુજારા, પ્રીસા કપારેલીયા વિજેતા બન્‍યા હતા તથા વેલફેસ તરીકે રૂદ્ર કક્કડ, બંસી દેવાણી તથા ગ્રુપ-બી માં પ્રિન્‍સ તરીકે પાર્થ પરમાર, જય પલાણ, પરિત ઉનડકટ તથા પ્રિન્‍સેસ તરીકે મહેક પોપટ, બીના જેઠવા, ધ્રુવી કારલીયા તથા સી-ગ્રુપ ખા પ્રિન્‍સ તરીકે જતીનભાઈ નંદવાણા તથા પ્રિન્‍સેસ તરીકે નેહાબેન રાજદેવ, દેવાંગીબેન ખીમાણી, ભક્‍તિબેન કતીરા વિજેતા બન્‍યા હતા.

પાંચમાં નોરતે અકિલા રઘુવંશી બીટસમાં મારૂ મન મોર બની થનગાટ કરે, જો સજ મને લાગ્‍યો કસુંબીનો રંગ, કોઈ કેજો કાનુડા ને જઈ ચોર આપારી રે રાતલડી મા- કાચી કેરી અંગુર કાલા રસ્‍તેથી રૂપાળો રેલીયો, તને ચાર ચાર બંગડીવાળી ગાડી... રોણા સેરમા રે રોણા શેરમાં, મછરાળી મોગલ આવે.. વિરપુર વસે મારા જોગી જલીયાણ...  મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજીના પ્રાચીન ગરબાઓની રમઝટ જામી હતી અને વંદે માતરમના રાષ્ટ્રગીત દાડીયાનું સમાપન કરેલ હતુ.

દક્ષાબેન વસાણી, માધવીબેન જોગીયા, શ્‍યામભાઈ દતાણી, ડો. હેતલબેન દતાણી, હસાબા જાડેજા, પુજાબા જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા, કાવ્‍યાબા જાડેજા, મિતુલભાઈ વસાતી, શ્વેતાબેન વસાણી, અમીબેન સુચક, જલ્‍પાબેન સોમૈયા, પુજાબેન કકકડ. કિરણભાઈ ખખ્‍ખર, અતુલકુમાર રૂપારેલીયા, ભુમિકાબેન રૂપારેલીયા, જીજ્ઞેશભાઈ ખખ્‍ખર, રજનીભાઇ ત્રિવેદી સહિતના મહેમલ ઉપસ્‍થિત રહયાં હતાં.

શ્રી રઘુકુળ યુવા ગ્રુપનો મિતેશભાઈ રૂપારેલીયા, હિરેનભાઈ નથવાણી, પારસભાઈ ઉનડકટ, નૈનેશભાઈ દાવડા, રઘુરાજ રૂપારેલીયા, જયદેવભાઈ રૂપારેલીયા, વિવેકભાઈ રૂપારેલીયા, સાગરભાઈ કકકડ, હાર્દિકભાઈ ચોલેરા, માલવભાઈ વસાણી, પ્રતિકભાઈ ખખ્‍ખર  જહેમત ઉઠાવી રહ્યા છે.  વિશેષ માહિતી માટે મો.૯૫૭૪૩૩૯૩૩૯, મો. ૮૭૫૮૫૮૫૮૪૮, મો. ૯૩૨૭૭૦૬૭૦૭ પર સપર્ક કરવા  યાદીમાં જણાવાયુ છે.

(3:10 PM IST)