તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th September 2025
રઘુવંશી પરીવાર રસોત્સવમાં માનવ મહેરામણ હિલોડે ચડ્યુ
ડાકલા, ટીંબડી, ટીટોડો, ગરબા સહીત અનેક નવી સ્ટાઈલમાં ગાયક કલાકાર અજય ગઢવી, રૂપાલી જાંબુચા, નિહાલ પિત્રોડા, વિજય બારોટએ ખેલૈયાઓને ડોલાવ્યા

રાજકોટઃ કાલાવડ રોડ ખાતે આવેલ શાશ્વત પાર્ટી પ્લોટમાં પાંચમાં નોરતે રઘુવંશી સમાજના ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ખેલૈયાઓ છલડો-ડાકલા-ભકિત-વંદે માતરમની છલકાતી પ્રાચીન અર્વાચીન ગરબા ગીત અને માતાજીના ડાક ડમરુંની ધુન પર મન મુકીને ખેલ્યા હતા. યુવાધન ઉત્કૃષ્ટ વ્યવસ્થાનો અહેસાસ કરીને મોકળા -મને રસોત્સવ માણયો હતો હાઈ-ટેક સાઉન્ડ સીસ્ટમના સથવારે ખેલૈયાઓ દિલ ખોલીને નવા નવા સ્ટેપ પર ફ્રી સ્ટાઇલ ગરબા રમ્યા હતા.
આ પ્રસંગે રાજયસભાના સાસંદ રામભાઈ મોકરીયા, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરત બોધરા, ધારાસભ્યશ્રી ડો.દર્શિતબેન શાહ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, ભાજપ શહેર પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશી, રાજકોટ મ્યુ. કોર્પો. દંડક મનીષભાઈ રાડીયા, પ્રદેશ ભાજપ અગ્રણી ગુજરાત જયદીપભાઈ ગોંધીયા, કોર્પોરેટશ્રી દક્ષાબેન વસાણી, કોર્પોરેટરશ્રી નિરૂભા વાઘેલા, રાજકોટ મ્યુ.કોર્પો. ટી.પી.ચેરમેન ચેતન સુરેજા, વરીષ્ઠ પત્રકાર હેડલાઇન ન્યુઝ જગદીશ મહેતા, પત્રકાર બલરામભાઇ કારીયા, ઓમકાર ફાઉન્ડેશન પુજય ઓમદાદા, રાજકોટ રૂરલ એસ.પી. વિજયસિંહ ગુર્જર, રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ડી.સી.પી. જગદીશ બાંગરાવા, પૂર્વ આઈ.એ.એસ આર.જે.હાલાણી, પી.આઈ.ભાર્ગવ ઝંણકાટ, રાજય વેરા નિરીક્ષક ભાવીનભાઈ ઠકરાર, રીલેષભાઈ ઠકરાર, મથુરભાઈ બુધ્ધદેવ, નિલેશભાઈ ચનાબાબા, કિશોરભાઈ જસાણી, ડો.નિલેશ પોપટ, દીપકભાઈ મણીયાર, ભીખાલાલ પાંઉ, ધીરૂભાઈ લીલા, સુરેશભાઈ ડોબરીયા, અજીતભાઈ તિવારી રહેલ.
અકિલા રઘુવંશી પરીવાર રસોત્સવના પાંચમાં નોરતે પ્રિન્સ ફર્સ્ટ શિવાંગ રૂપારેલીયા, સેકેન્ડ પ્રિન્સ અંશ કાનાબાર, તથા ફર્સ્ટ પ્રિન્સેસ પ્રિયંકાબેન કાયેલા, સેકેન્ડ પ્રિન્સેસ પારૂલબેન કેશરીયા, થર્ડ પ્રિન્સેસ નંદનીબેન માગેચા, ફોર્થ પ્રિન્સેસ હેતવી ૫૫ વિજેતા જાહેર કરેલ તથા કિડસમાં ફર્સ્ટ પ્રિન્સ જીમીત કેશરીયા, સેકેન્ડ પ્રિન્સ વંશ કારીયા, થર્ડ પ્રિન્સ અભિ રૂપારેલીયા, તથા કિડસમાં ફર્સ્ટ પ્રિન્સેસ આવી નથવાણી, સેકેન્ડ પ્રિન્સેસ ક્રિસા પોબારૂ, થર્ડ પ્રિન્સેસ ઈશા કારીયા, વિજેતા જાહેર કરેલ તેમજ વેલડ્રેસમાં હર્ષ ઠકરર, રાશી કોટેચા, શિતલ રાજા, શીયાબેન ખાખરીયાને વિજેતા જાહેર કરી લાખેલા ઇનામો વિતરણ કરેલ હતા.
આયોજનને સફળ બનાવવા આયોજનની ટીમ પરેશભાઈ વિઠ્ઠલાણી, હસુભાઈ ભગદેવ, પ્રતાપભાઈ કોટક, શૈલેષભાઈ પાબારી. ધર્મેશભાઈ વંસત, જતીન દક્ષિણી, કૌશીક માનસતા, પ્રકાશભાઈ સોમૈયા, મેહુલ નથવાણી, શ્યામલ વિઠલાણી, અશ્વિનભાઈ જોબનપુત્રા, આનંદ જોબનપુત્રા અમીતભાઈ અઢીયા, મોહીતભાઈ નથવાણી, જતીનભાઈ પાબારી, કલ્પેશભાઈ તન્ના, વિપુલભાઈ મણીયાર, રાજભાઈ બગડાય, મયુરભાઈ અનડકટ, વિપુલ કારીયા, શેષભાઈ કારીયા, ધવલભાઈ પાબરી, અમીતભાઈ દક્ષિણી, ઉમેશભાઈ સેદાણી, લાલભાઈ (સેઠજી), કેયુરભાઈ રૂપારેલ, હિતેશભાઈ ગટેચા, રાજુભાઇ થાવરીયા, સંદીપભાઈ લાખાણી, કિરીટભાઈ કેશરીયા, રાકેશભાઈ ચંદારાણા, રાજ વિઠલાણી, પાર્થ કોટક, માનવ કારીયા, ધ્રુવ રાજા, કિશન વિઠલાણી, કેવલ વંશત, કેજશ વિઠ્ઠલાણી, પાર્થ જોબનપુત્રા, યશ ચોરેલીયા, કિતી શીગાળા, રુશીલ ગટેચા, હિરેન કારીયા, હિમાશું કારીયા, મહેન્દ્ર જીવરાજાણી, કાનાભાઈ સોનછાત્રા, હેમાંગ તન્ના, અલ્પેશ ભુપતા, જિલ ગનાત્રા, કેવલ તન્ના, હાર્દિક તન્ના, યશ અજાબીયા, ધ્રુમિલ ગોંઘીયા, પ્રેમ જોબનપુત્રા, હેમલ વિઠલાણી, ભાવીન તન્ના, ભાવેશ પાવાગઢી, શિતલ બુદ્ધદેવ, મનીશાબેન ભગદેવ, શિલ્પાબેન પુજારા, તારુબેન ચંદારાણા, કશ્મીરાબેન નથવાણી, જહેમત ઉઠાવી રહયા છે. વિશેષ માહિત માટે મો. ૯૮૨૪૪ ૦૦૩૦ ઉપર સંર્પક કરવા યાદીમાં જણાવ્યું છે.
(3:26 PM IST)










