<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th September 2025

અમરનગરમાંથી રોમીયોગીરી કરતાં શખ્‍સને માલવીયાનગર પોલીસની શી ટીમે પકડયો

 

રાજકોટ તા. ૨૭: શહેરના મવડી પ્‍લોટ અમરનગર વિસ્‍તારમાં રાતે માલવીયાનગર પોલીસની શી ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે એક યુવતિ ચાલીને જતી હોઇ તેની પાછળ પાછળ એક શખ્‍સ અપશબ્‍દો બોલતો રોમીયોગીરી કરતો જતો હોઇ શી ટીમે તેને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

પોલીસ પુછતાછમાં આ શખ્‍સે પોતાનું નામ સાહિલ ભાવેશભાઇ વાઢેર (ઉ.વ.૨૨-રહે. અમરનગર-૧) જણાવ્‍યું હતું. નવરાત્રી  દરમિયાન શી ટીમ પ્રાચીન, અર્વાચીન ગરબીઓના સ્‍થળે પેટ્રોલીંગમાં હોઇ આ કામગીરી પીઆઇ જે. આર. દેસાઇની રાહબરીમાં હેડકોન્‍સ. દિનેશભાઇ બગડા, શી ટીમના કોન્‍સ. નીલમબેન ભગવતીપ્રસાદ, રાધીકાબેન, વિકલમભાઇ સહિતે આ કામગીરી કરી હતી.

(4:47 PM IST)