<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th September 2025

રૈયા ચોકડીથી નાણાવટી ચોકના રસ્‍તે અજાણ્‍યા પ્રોૈઢની લાશ મળી

ચાલતી વખતે હાર્ટએટેક આવી ગયાની શક્‍યતાઃ વાલીવારસની શોધ

રાજકોટ તા. ૨૯: શહેરના રૈયા રોડ ચોકડીથી નાણાવટી ચોક તરફના રસ્‍તે વહેલી સવારે સાડા ચારેક વાગ્‍યે એક અજાણ્‍યા પ્રોૈઢની લાશ મળી આવતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. બનાવની જાણ ૧૦૮ મારફત થતાં ગાંધીગ્રામના હેડકોન્‍સ. મિહીરસિંહ બારડે પહોંચી કાર્યવાહી કરી હતી. તપાસ કરતાં એવી માહિતી મળી હતી કે વૃધ્‍ધ ચાલીને જતાં હતાં ત્‍યારે એકાએક પડી જતાં નાક ઉપર સ્‍હેજ ઇજા થઇ હતી. હાર્ટએટેક આવી ગયાની શક્‍યતા છે. મૃતક પાસેથી તેમની ઓળખ થાય તેવું કંઇ મળ્‍યું નથી. ખિસ્‍સામાંથી સાબુની ગોટી મળી હતી. પોલીસે નજીકના જાહેર શોૈચાલયે કદાચ તેઓ ન્‍હાવા ગયા હશે તેમ સમજી તપાસ કરી હતી. પણ કોઇવાલીવારસ મળ્‍યા નથી. તસ્‍વીરમાં દેખાતા મૃતકના સગા સ્‍વજન હોય તો ગાંધીગ્રામ પોલીસનો ૬૩૫૯૬ ૨૭૩૮૧ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(12:19 PM IST)