News of Monday, 29th September 2025
રંગે રમે આનંદે રમે, આજ નવદુર્ગા રંગે રમે

રાજકોટ : શ્રીનાથજી ૧૧ ના ખુણે વરૂડીપાનની બાજુમાં, ક્રિષ્ના ચોક ખાતે નવદુર્ગા ગરબી મંડળ દ્વારા શક્તિ આરાધના ચાલી રહી છે. ૪૮ જેટલી નાની મોટી બાળાઓ દ્વારા અવનવા રાસ રજુ થઇ રહ્યા છે. જેમાં માતાજીને વંદન, ટીપણી રાસ, દાંડીયા રાસ, તલવાર રાસ, મંજીરા રાસ, દીવડા રાસ, હીંડોળા રાસ, ભુવા રાસ રજુ થાય છે. ગાયક તરીકે રાજુભાઇ બાવાજી તેમજ વાદ્યવૃંદમાં મંજીરા વાદક દેવાયતભાઇ, ઘનુભા, ઢોલક પર જનકભાઇ અને હારમોનીયમ પર નિલેશભાઇ સાથ આપી રહ્યા છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(2:17 PM IST)










