<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th September 2025

રૈયાનાકા વિસ્‍તારમાં પ્રાથમિક શાળાનું ૯૩.૩૮ લાખના ખર્ચે નવુ બિલ્‍ડીંગ બનાવાશે

ધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહના હસ્‍તે ખાતમુહૂર્તઃ કોમ્‍પ્‍યુટર, ગ્રીનબોર્ડ સહિતની સુવિધા

રાજકોટઃ આજરોજ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની રૈયા નાકાટાવર પાસે આવેલ બાવાજીરાજ પ્રાથમિક શાળા નં.૪,ના બિલ્‍ડીંગનું ખાતમૂહુર્ત  વિદ્યાનસભા-૬૯ના ધારાસભ્‍ય  ડો. દર્શિતાબેન શાહના હસ્‍તે રાખવામાં આવેલ હતું. શાળામાં કુલ ૧૬૩ બાળકો અભ્‍યાસ કરે છે. અને હાલ ૭ શિક્ષકો કાર્યરત છે. અંદાજિત કિંમત ૯૩ લાખ ૩૮ હજારના ખર્ચે કુલ ૭ વર્ગખંડો કોમ્‍પ્‍યુટર લેબની આધુનિક સુવિધા સાથે નવુ બિલ્‍ડીંગ બનાવવામાં આવશે. આ કાર્યક્રમમાં રાજકોટ ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળા, રાજકોટ મહાનગરપાલિકા ડે.મેવરલી) નરેન્‍દ્રસિંહ જાડેજા, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વીનભાઈ મોલીયા, મંત્રીઓ ઈલાબેન પડીયા, પૂર્વ મેવર જનકભાઈ કોટક, શિક્ષણ સમિતિ ચેરમેનથી વિક્રમ પુજારા, વાઈસ ચેરમેન ડો. પ્રવિણકુમાર નિમાવત અને સાથો સાથે શિક્ષણ સમિતીના તમામ સદસ્‍ય સંગીતાબેન છાયા, જાગળતિબેન ભાણવડીયા, અજયભાઈ પરમાર, મનસુખભાઈ વેકરીયા, રસીકભાઈ બદ્રકિયા, વિરમભાઈ સાંબડ, હિતેશભાઈ રાવલ, જયદિપભાઈ જલુ, ઈશ્વરભાઈ જીતિયા, જગદીશભાઈ ભોજાણી, સુરેશભાઈ રાધવાણી, વોર્ડ નંબર ૩ પ્રભારીપૂર્વેશભાઈ ભટ્ટ, કોર્પોરેટર અલ્‍પાબેન દવે, કુસુમબેન ટેકવાણી, મહામંત્રી જણ કપીલભાઈ નથવાણી, પૂર્વ શહેર ભાજપ મંત્રી અરૂણાબેન આડેસરા, પૂર્વ વોર્ડ પ્રમુખ હેમુભાઈ પરમાર, પૂર્વ કોર્પોરેટરશ્રી કોમલબેન ખીરા, વોર્ડ અગ્રણીક અજયભાઈ નાંઢા, હેમાંગભાઈ અમળતિયા, ડિ.બી.ખીમસુરીયા, દક્ષાબેન વાઘેલા, સચિનભાઈ, વિજયભાઈ કોશીયા, હસુભાઈ સીતાપરા શિક્ષણ સમિતિ કેળવણી નિરીક્ષક ડો.પૂર્વીબેન ઉચાટ, મદદનીશ કેળવણી નિરીક્ષક મુનીરાબેન મનસુરી ખાસ ઉપસ્‍થિત રહેલ રહયા હતા. કાર્યક્રમને તમામે મોરચે સફળ બનાવવા ચેરમેન વિક્રમ પુજારા, વાઈસ ચેરમેન ડો.પ્રવીણકુમાર નિમાવત, ઈ.શાસનાધિકારી નરેન્‍દ્રભાઈ આરદેશણાના માર્ગદર્શન હેઠળ શિક્ષણ સમિતિ પરીવાર, યુ.આર.સી., સી.આર.સી., શાળાના આચાર્યશ્રીઓ દ્વારા કામગીરી કરેલ.

(2:22 PM IST)