News of Monday, 29th September 2025
સીઝનલ રોગચાળામાં આંશીક ઘટાડોઃ શરદી-તાવ-ઉધરસ-ઝાડા-ઉલ્ટીના ૧૭પ૦ કેસ
મનપા દ્વારા ૨૭૯૬૦ ઘરોમાં પોરાનાશક કામગીરી તથા ૯૨૫ રહેણાંકોમાં ફોગીંગ કરાયાનો દાવો : મચ્છરજન્ય રોગચાળામાં ડેન્ગ્યુના-૫ દર્દી, મચ્છર ઉત્પતિ સબબ ૪૦૨ને નોટીસઃ ૪ હજારનો ચાર્જ વસુલાયો

રાજકોટ તા.૨૯ : શહેરમાં ચોમાસા ઋતુમાં રોગચાળાનો પગપેસારો વધુ થવા પામ્યો છે. મનપાના આરોગ્ય વિભાગમાં ગત સપ્તાહ કરતા આ સપ્તાહે શરદી, તાવ, ઝાડા, ઉલ્ટીના કેસમાં આંશીક ઘટાડો જોવા મળ્યા છે.
આ સપ્તાહે ૧૭૫૦ થી વધુ દર્દી નોંધાયા છે. મચ્છરજન્ય રોગના ૫ કેસ નોંધાયા છે.
આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. ૨૨ થી ૨૮ સપ્ટેમ્બર સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
મચ્છરજન્ય રોગચાળાના ૫ કેસ
છેલ્લા સપ્તાહમાં ડેન્ગ્યુના ૫, કેસ નોંધાયા છે. ે.
શરદી-તાવના ૧૭૫૦ થી વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ ૮૬૭ તેમજ સામાન્ય તાવના ૭૬૯ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૧૦૯, ટાઇફોડના ૨ તથા કમળાના ૩ સહિત કુલ ૧૭૫૦ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૨૭૯૬૦ તેમજ સામાન્ય તાવના ૨૮૮૭૮ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૬૯૫૩ તથા ટાઇફોડનો ૮૩ તેમજ કમળાના ૧૧૫ કેસ નોંધાયા છે.
મચ્છર ઉત્પતિ સબબ ૪૦૨ને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ધનીષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૩૪૮૭૯ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૯૨૫ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૪૧૭ થી વધુ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૪૦૨ લોકોને નોટીસ પાઠવી હતી. જયારે ૯ લોકો પાસેથી ૪૧૦૦નો ચાર્જ વસુલાયો હતો. (૫-૨૮)
(2:52 PM IST)










