News of Monday, 29th September 2025
વીર શહીદ ભગતસિંહની જન્મજયંતિ નિમિતે મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા પુષ્પાંજલી

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા તા.૨૮ના શહીદ વીર ભગતસિંહની ૧૧૮મી જન્મ જયંતિ નિમિતે, તેઓની શહીદ વીર ભગતસિંહ ગાર્ડન, યુનિવર્સીટી રોડ ખાતે આવેલ પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી, મસ્તક નમન અને ણામ કરતા ધારાસભ્યશ્રીઓ, મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ અને કોર્પોરેટરોઓ. આ પુષ્પાંજલી કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, પ્લાનિંગ સમિતિ ચેરમેન ચેતનભાઈ સુરેજા, કોર્પોરેટરો રણજીતભાઈ સાગઠીયા, વિનુભાઈ સોરઠીયા, આસી.મ્યુનિસિપલ કમિશનર વી.ડી.ઘોણીયા, સાંસ્કળતિક વિભાગ મેનેજર કે.બી.ઉનાવા, વોર્ડના એસ. આઈ., એસ. એસ. આઈ. તથા વોર્ડ અગ્રણી વગેરે ઉપસ્થિત રહેલ.
(3:45 PM IST)










