News of Monday, 29th September 2025
અબતક સુરભી મિર્ચી રોક ઍન્ડ ઢોલ’રાસોત્સવમાંઃખેલૈયાઅોનો ઉત્સાહ બેવડાયો
જીલ એન્ટરટેનમેન્ટના સથવારે માર્ગી પટેલ અને મૃદુલ ઘોષના મધુર સ્વરોએ માધવરાવ સિંધિયા સ્ટેડિયમને સંગીતના સૂરોમાં ડૂબાડ્યું ધારાસભ્ય જયેશ રાદડિયા,પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ , માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોઘરા,કેતનભાઈ સોની,પીએસઆઇ વિશાખાબેન પરસાણા, આર્કિટેક્ટ રીન્કુભાઈ પરસાણા, રાજીવભાઈ દીદવાનીયા, સાવનભાઈ ચોટાઈ, રજનીભાઈ સાવલિયા, કમલ સિમેન્ટના ગીરીશભાઈ મહેતા, નિતેશભાઈ ડોડીયા, શિવરાજભાઈ વાળા, સલીમભાઈ હથિયારી, ચિરાગભાઈ પરમાર, જીમેશભાઈ વાળા, મનોજભાઈ સોલંકી સહિતની ઉપસ્થિત

રાજકોટઃ નવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે રાજકોટના માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાતા ‘‘અબતક સુરભી મિર્ચી રોક એન્ડ ઢોલ રાસોત્સવ''ના છઠ્ઠા દિવસે ભક્તિ, સંગીત અને ઉત્સાહનો અનુપમ સંગમ જોવા મળ્યો. સાંજના સૂરજના અસ્ત થતાં જ સ્ટેડિયમ ઝગમગતી લાઇટિંગથી શણગારાયું, અને ખેલૈયાઓએ લીન થઈને રાસ-ગરબાની રમઝટ બોલાવી. સમગ્ર વાતાવરણ રાસના રંગે રંગાઈ ગયું.
અબતક દૈનિકના મેનેજિંગ એડિટર સતીશકુમાર મહેતા અને સુરભીના આયોજક વિજયસિંહ વાળાના આમંત્રણને માન આપીને ધારાસભ્ય જયેશ રાદડિયા ,બગસરા નાગરિક શરાફી મંડળી ધારી ના એમડી કેતનભાઈ સોની,પીએસઆઇ વિશાખાબેન પરસાણા, આર્કિટેક્ટ રીન્કુભાઈ પરસાણા, રાજીવભાઈ દીદવાનીયા, સાવનભાઈ ચોટાઈ, રજનીભાઈ સાવલિયા, કમલ સિમેન્ટના વાઇસ પ્રેસિડેન્ટ ગીરીશભાઈ મહેતા, નિતેશભાઈ ડોડીયા, શિવરાજભાઈ વાળા, સલીમભાઈ હથિયારી, ચિરાગભાઈ પરમાર, જીમેશભાઈ વાળા, ઉદ્યોગપતિ મનોજભાઈ સોલંકી અને પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
માધવરાવ સિંધિયા સ્ટેડિયમના વિશાળ મેદાનમાં હજારો ખેલૈયાઓ પરંપરાગત પોશાકમાં શણગારેલા જોવા મળ્યા. રંગબેરંગી ચણીયાચોળી, ઝળહળતા આભૂષણો અને ફલડ લાઇટિંગના ઝગમગાટ વચ્ચે ખેલૈયાઓએ માતાજીના ચરણોમાં ભક્તિભાવથી રાસ-ગરબાની રમઝટ બોલાવી. રાત્રીના ગાળે પણ ખેલૈયાઓનો જોશ અદમ્ય રહ્યો, અને તેઓએ સંગીતના સૂરો પર ઝૂમીને આ રાતને અવિસ્મરણીય બનાવી હતી.
જીલ એન્ટરટેનમેન્ટના સહયોગથી માર્ગી પટેલ અને મૃદુલ ઘોષના સુમધુર ગીતોએ સ્ટેડિયમને સંગીતના સૂરોમાં ડૂબાડી દીધું. રંગબેરંગીન અને ફલડ લાઇટિંગ અને મધુર સંગીતના સમન્વયથી ખેલૈયાઓએ ભક્તિ અને આનંદના તાલે ઝૂમીને છઠ્ઠા દિવસની રાતને યાદગાર બનાવી દીધો હતો.
પ્રિન્સ પ્રિન્સેસને પુરસ્કાર આપીને નવાજવામાં આવ્યા હતા. જેમાં વેલ ડ્રેસ જય ત્રિવેદી, સિનિયર પ્રિન્સ નવઘણ રાઠોડ- શ્યામ સુદાણી- રોહિત ગોહિલ, સિનિયર પ્રિન્સેસ દીપા પ્રીતમની-સુહાસી ગોસાઈ-ક્રિષ્ના તિલવાણી, વેલ ડ્રેસીસ સપના સુખેલા, જુનિયર પ્રિન્સેસ યથા સંઘવી- મહેક રાણપરા વેલ ડ્રેસીસઃ સાક્ષી વાગડિયા, જુનિયર પ્રિન્સ દીક્ષિત ટોળીયા-ઓમ દવે- પાર્થ વિજળીયા.
(3:56 PM IST)










