<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th September 2025

રાજકોટ એઇમ્‍સમાં કેન્‍સરની રેડીયેશન થેરાપીનું કરોડોનું મશીન ધૂળ ખાય છેઃ દર્દીઓના હિતમાં સત્‍વરે ચાલૂ કરાવોઃ ગાયત્રીબા

કલેકટરને તાકિદનો પત્રઃ જવાબદાર અધીકારીઓ સામે પગલા ભરવા માંગણી..: હોસ્‍પિટલમાં કેન્‍સરને લગતી સારવારના ડોકટર છે.. તેમને એડમિનિસ્‍ટ્રેટીવ કેવી રીતે બનાવાયા?

 

 રાજકોટ, તા.૨૯: ગુજરાત પ્રવેશ કોંગ્રેસ કમિટીના ઉપપ્રમુખ ની ગાયત્રીબા  વાઘેલાએ રાજકોટ કલેકટરને એક તાકિદનો પત્ર પાઠવી રાજકોટ એમ્‍સ ં ‘‘હોસ્‍પીટલ પ્રશાસનીક અધિકારી'' તથા મેડિકલ સુપ્રિન્‍ટેન્‍ડન્‍ટ ફરજ બેદરકારીના કારણે કેન્‍સરની રેડીયેશન થેરાપી માટેનું લીનેક (LINAK) કરોડો રૂપિયાની કિંમતનું મશીન ધૂળ ખાઈ રહ્યું છે. જે દર્દીઓના હિતમાં સત્‍વરે ચાલુ કરવા અને હોસ્‍પીટલ પ્રશાસનિક અધિકારી સામે કાર્યવાહી કરવા અંગે રજૂઆતો કરી હતી.

પત્રમાં ઉમેર્યુ છે કે રાજકોટ એમ્‍સ હોસ્‍પીટલ કેન્‍સરની તમામ પ્રકારની સારવાર માટે / ટ્રીટમેન્‍ટ માટે ઉપયોગી થતું અંદાજીત દોઢ કરોડની કિંમતના લીનેક (LINAK) મશીન બે વર્ષ જેવા સમયથી ધૂળ ખાઈ રહ્યું છે. શા માટે આ મશીન દર્દીઓના લાભાર્થે ઉપયોગ કરવામાં આવતો નથી ? તે બાબતના કારણોની તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવી.

આ કેન્‍સરની થેરાપી માટે આવેલ મશીન માટે જે બંકર રૂમનો ઉપયોગ થવાનો છે તે બંકર રૂમ તૈયાર થઈ ગયેલ છે તથા મશીન પણ ફીટ થઈ ગયેલ છે તો શા માટે આને ઉપયોગમાં લેવામાં આવતું નથી

 કેન્‍સર ટ્રીટમેન્‍ટ માટેની બ્રેકી થેરાપી મશીન અંદાજીત કિંમત ૫૦ લાખ, સીટી સીમીલેટર અંદાજીત કિંમત ૪૫ લાખ, પેટ સીટ મશીન અંદાજીત કિંમત ૫૦ લાખ આ બધાજ મશીનો એક વર્ષથી ઘૂળ ખાઈ, છે તેના કારણોની તપાસ કરી જવાબદારો સામે પત્ર લખવો કાર્યવાહી કરવી તેમજ રાજકોટ એમ્‍સ હોસ્‍પીટલના કેન્‍સરના સીનીયર ડોક્‍ટર તથા મશીનો હોવા છતાં હજુ સુધી કેન્‍સરની કોઈપણ જાતની સારવાર દર્દીઓને મળતી નથી.

૬) AIIMS હોસ્‍પિટલમાં ‘‘હોસ્‍પીટલ એડમિનિસ્‍ટ્રેટીવ'' પદનો કાર્યભાર સંભાળતા  કેન્‍સરને લગતી સારવારના ડોક્‍ટર હોવા છતાં તેમને કોઈપણ જાતના અનુભવ વગર કોની મહેરબાનીથી AIIMS હોસ્‍પિટલ ‘‘હોસ્‍પીટલ એડમિનિસ્‍ટ્રેટીવ'' નો ચાર્જ સોપવામાં આવ્‍યો છે તેની તપાસ કરવી. તેમજ હાલ જે

૭) AIIMS હોસ્‍પિટલ એડમિનિસ્‍ટ્રેટીવ પદનો કાર્યભાર સંભાળતા  ડોકટરે આ પદ સંભાળવા માટે બે વર્ષનો સ્‍પેશ્‍યલ કોર્ષ પણ કરેલ નથી. અને તેમનો ઓર્ડર પણ હોસ્‍પિટલ એડમિનિસ્‍ટ્રેટીવ તરીકે થયેલ નથી છતાં કોની મહેરબાનીથી આ કાર્ય સંભાળે છે તે ગંભીર પ્રશ્‍ન છે.   તેના કારણોની તપાસ કરી કાર્યવાહી કરવી.તેમજ હાલ જે (૮) કાર્યભાર સોપવામાં આવેલ છે ત્‍યારે તેઓ બંને પદનો ડબલ પગાર મેળવી રહ્યા છે કે કેમ ? અને જો ડબલ પગાર મેળવ્‍યો હોવાનું રેકર્ડ ઉપર જણાય તો સરકારી નાણાની વસુલાત કરવાની કાર્યવાહી કરવી, તેમ તપાસ કરવા અને ઉઠાવાયેલ તમામ પ્રશ્‍નોનોઃ પ્રત્‍યુતર આપવા પણ રજૂઆતો થઇ છે. (૩.૨૦)

(4:01 PM IST)