<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th September 2025

હરિહર ચોક વાહનો માટે બંધઃ તકલીફનો પ્રારંભઃ વૈકલ્‍પિક રૂટ

નવું બોક્ષ કલવર્ટ તથા રીટેઇનીંગ વોલના કામ માટે ૭ મહિના સુધી બંધ રહેશે રાજકોટની મધ્‍યમાં આવેલ મહત્‍વનો ચોક : તહેવારોમાં લોકોની મુશ્‍કેલી વધશે : હરિહર ચોકથી ચૌધરી રોડ માસ ૧ર માસ સદંતર બંધ રહેશે ર.૩૬ કરોડનો ખર્ચ

 

વોર્ડ નં. ૭ ની બોર્ડર પાસે વોર્ડ નં. ર માં આવેલ હરીહર ચોકમાં જુનો મેશનરી ખર્ચ દુર કરી નવો બોકસ કલ્‍વર્ટ ર.૩૬ કરોડના ખર્ચે ૧ર માસના સમય મર્યાદામાં બનાવવાનું તથા સદર પોલીસ સ્‍ટેશન પાસે તથા મહિલા પોલીસ સ્‍ટેશન પાસે સ્‍લેબ કલ્‍વર્ટ રીપેર કરવાનું કામ શરૂ કરતા પો. કમિશનરશ્રી દ્વારા તા. ૧૯ સપ્‍ટેમ્‍બરના રોજ ડાર્યવર્ઝન રૂટ જાહેર કરતું જાહેરનામું પ્રસિધ્‍ધ કરવામાં આવેલ છે.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા. ર૯: શહેરમાં વોર્ડ-૨માં હરીહર ચોક પાસે નવું બોક્‍સ કલવર્ટ તથા રિટેઈનિંગ વોલનું કામ ચાલી રહ્યું છે. આ કામ પૂર્ણ ના થાય ત્‍યાં સુધી કાશી વિશ્વનાથ મેઈન રોડ પાસેથી હરીહર ચોક તરફ જતાં બંને તરફનો રોડ બંધ કરી તમામ વાહનો માટે પ્રવેશબંધી જાહેર કરાઈ છે. આ સાથે વૈકલ્‍પિક રૂટ જાહેર કરવામાં આવ્‍યા છે.

આ અંગે રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ જાહેરનામું જારી કર્યું છે. જેમાં જણાવ્‍યું છે કે, લીમડા ચોક, પંચનાથ મંદિર રોડ હરીહર ચોકથી ચૌધરી હાઈસ્‍કૂલ તરફ જવા માગતા તમામ પ્રકારના વાહનો હરીહર ચોક, હેડ પોસ્‍ટ ઓફિસથી જ્‍યુબિલી ગાર્ડન ચોક થઈને જવાહર રોડ તરફથી ચૌધરી હાઈસ્‍કૂલ તરફ જઈ શકશે.

હરીહર ચોકથી સદર પોલીસ ચોકીથી સદર વન-વે ફુલછાબ ચોકથી તમામ વાહનો જઈ શકશે. ચૌધરી હાઈસ્‍કૂલથી લીમડા ચોક, પંચનાથ મંદિર રોડ, હરિહર ચોક તરફ જવા માગતા તમામ પ્રકારના વાહનો આર-વર્લ્‍ડ સિનેમા,  આઈ.સી.આઈ. સી.આઈ. બેન્‍ક (શારદાબાગ) થી ફુલછાબ ચોક, ભીલવાસ ચોકથી તમામ પ્રકારના વાહનો જઈ શકશે.

ચૌધરી હાઈસ્‍કૂલથી કાશી વિશ્વનાથ મેઈન રોડ, ભારત ફ્રુટ પાસે થઈ સદર બજાર વન-વેથી લીમડા ચોક, પંચનાથ મંદિર રોડ હરિહર ચોક તરફ તમામ વાહનો જઈ શકશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે. આ જાહેરનામું ફરજ પરના પોલીસ વાહનો, એમ્‍બ્‍યુલન્‍સ, શબવાહિની, ફાયર બ્રિગેડના વાહનો તેમજ સરકારી વાહનોને આકસ્‍મિક સંજોગોમાં લાગુ પડશે નહીં.(૬.૧૯)

(4:03 PM IST)