<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

રાજકોટના ખોડલધામ નોર્થ ઝોન ગરબામાં છરીથી હુમલો : બેથી ત્રણ લોકો ઈજાગ્રસ્ત :સ્પોન્સરના ડ્રાઇવરે છરી ઝીકી

રાસોત્સવના સ્પોન્સરનો ડ્રાઈવર સ્પોન્સર પાસનું કહી VVIP સોફાની પ્રથમ હરોળમાં બેસી જતા આયોજકોએ પાછળ બેસવાનું કહેતા છરી કાઢી હુમલો કર્યો

રાજકોટ: ખોડલધામ નોર્થ ઝોન રાસોત્સવમાં મોટી બબાલ થઇ છે, એક શખ્સે ચાર આયોજકો પર હુમલો કર્યો હતો અને છરી મારી હતી
  જાણવા મળ્યા મૂજબ શરરના નવા ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલ ખોડલધામ નોર્થ ઝોન રાસોત્સવમાં એક શખ્સ સ્પોન્સર પાસનું કહી VVIP સોફાની પ્રથમ હરોળમાં બેસી ગયો હતો મુખ્ય મહેમાન આવતા હોય ત્યારે આયોજક કમિટીના અમુક લોકોએ પાછળ બેસવાની વિનંતી કરતા માથાકૂટ થઇ હતી , મામલો વધુ ઉગ્ર બની ગયો હતો અને આ શખ્શે છરી કાઢી અને ત્રણ થી ચાર લોકો ઉપર હુમલો કર્યાનું જાણવા મળે છે
 વધુમાં આ લખાઈ છે ત્યારે હુમલાખોરને ઝડપી લેવાયો હોવાનું અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઇ જવાયા છે, છરીથી હુમલો થયાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા
દરમિયાન જાણવા મળ્યા મુજબ રાસોત્સવમાં છરીથી હુમલો થતા હરેશ સોરઠિયા (પૂર્વ ધારાસભ્ય પોપટ લાખા સોરઠિયાના પૌત્ર), મૌલિક પરસાણા (ઉદ્યોગપતિ રાજેશ પરસાણાના ભત્રીજા) અને અશોક ફળદુ ઇજાગ્રસ્ત થયા હતા , આ તમામને તતકલીક સિનર્જી હોસ્પિટલમાં જવાયા છે
    
   

(12:55 AM IST)