<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

પ્રાચીન-અર્વાચીનનો અદ્‌્‌ભૂત સંગમ ધી વન વર્લ્‍ડ રેસીડેન્‍સીમાં સર્જાયો છે : જામનગર કલેકટર કેતનભાઇ ઠક્કર દ્વારા પ્રસંશા

 

રાજકોટ : કોમર્શિયલ નવરાત્રી મહોત્‍સવને ટક્કર મારે તેવું અદ્‌્‌ભૂત આયોજન ૧પ૦ ફૂટ રીંગ મેઇન રોડ ઉપર આવેલ વન વર્લ્‍ડ રેસીડેન્‍સીમાં તમામ રહેવાસીઓના સાથ સહકારથી રાજભા જાડેજા અને સહયોગીઓ દ્વારા કરવામાં આવે છે. અહીં પ્રાચીન અને અર્વાચીન નવરાત્રીનો કાબીલેદાદ સંયોજન કરવામાં વન વર્લ્‍ડની બહેનોની અથાગ જહેમત રંગ લાવી છે. અહીં પ્રાચીનતાના પ્રતિક એવા ડાકલા રાસ, નાની બાળાઓના રાસ, નાના બાળકોના રાસએ બધા રાસો, પ્રોફેશનલ કોડીઓગ્રાફરના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવેલ છે. રાજકોટના પૂર્વ એડીશનલ કલેકટર અને હાલના જામનગરના કલેકટર શ્રી કેતનભાઇ ઠક્કર દંપતિએ વન વર્લ્‍ડની મુલાકાત લીધી હતી. અને આયોજનની ખૂબ પ્રસંશા કરી હતી. આ સિવાય પણ રાજકોટ રેન્‍જ આઇજીપી  અશોકકુમાર યાદવ સહિતના અધિકારીઓ ઉદ્યોગપતિઓ વિગેરેએ પણ ધ વન વર્લ્‍ડ રેસીડેન્‍સીની મુલાકાત લઇ પ્રસંશા વ્‍યકત   હતી. વન વર્લ્‍ડના રહેવાસી સુરેશભાઇ ગડેશા દ્વારા નવરાત્રીના મંડપ તથા મઢુલીની વ્‍યવસ્‍થા હોશે હોશે કરી આપી હતી. આધુનિકતાના પ્રતિક સમા સેલ્‍ફી પોઇન્‍ટ રામભોગ આટા મિલવાળા રવિભાઇ દોલતભાઇ ગડેશા  દ્વારા કરવામાં આવી છે. કલેકટર કેતનભાઇ ઠક્કર દંપતિનું જગદીશભાઇ ગણાત્રા પરિવાર તથા નવરાત્રી મહોત્‍સવ સ્‍થળે અગ્રણી રાજભા જાડેજા, જગદીશભાઇ ગણાત્રા, મનુભાઇ અભાણી, કાર્તિકભાઇ પાંબારી,  રાજુભાઇ પારેખ, અતુલભાઇ સવજાણી, દોલતભાઇ ગડેશા, આનંદભાઇ દક્ષિણી, રાજુભાઇ અમલાણી, પ્રદિપભાઇ મહેતા, સુરેશભાઇ ગડેશા વિગેરે દ્વારા કરવામાં આવેલ.

(2:26 PM IST)