<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

સાયબર ફ્રોડનો ભોગ બનનારા ૧૬ લોકોને રોકડ અને ગુમ થયેલા ર૩ મોબાઇલ પરત અપાવ્‍યા

માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ જે.આર.દેસાઇ અને પીએસઆઇ પી.વી.ડોડીયા તથા સ્‍ટાફની કામગીરી

રાજકોટ : તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત  માલવીયાનગર વિસ્‍તારમાં સાયબર ફ્રોડનો ભોગ બનનારા લોકો તથા જુદી જુદી જગ્‍યાએ ગુમ થયેલા મોબાઇલને શોધી અરજદારોને પરત અપાવવા માટે પોલીસ કમીશનર શ્રી બ્રિજેશ ઝા તથા જોઇન્‍ટ પોલીસ કમિશનર મહેન્‍દ્ર બગડીાય, ઝોન-ર ડીસીપી રાકેશ દેસાઇ તથા એસીપી બી.જે. ચૌધરીની સૂચનાથી માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ જે.આર. દેસાઇના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ સ્‍કવોર્ડના પીએસઆઇ પી.વી. ડોડીયા સહિતના સ્‍ટાફે પોલીસ મથકમાં નોંધાયેલ અરજીઓની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્‍યાન અરજદારોના અલગ-અલગ રીતે ઓનલાઇન ફ્રોડમાં ગયેલા રૂપિયા પરત અપાવવા માટે ટેકનીકલ એનાલીસીસ કરી સાયબર ફ્રોડનો ભોગ બનનારા કુલ ૧૬ અરજદારોના રૂા. ૩,૪૩,૬૩૪ પરત અપાવ્‍યા હતા. તેમજ જુદી જુદી જગ્‍યાએ ગુમ થયેલા રૂા. પ,૦૪,૧૦૦ ની કિંમતના ર૩ મોબાઇલ ફોન અરજદારોને પરત અપાવ્‍યા હતા. આ કામગીરી પીઆઇ જે.આર. દેસાઇ, પી.એસ.આઇ. પી.વી. ડોડીયા, હેડ કોન્‍સ. કિશોરસિંહ, લોકરક્ષક જયભાઇ, રણજીતસિંહ અને દિવ્‍યાબેન દ્વારા કરવામાં આવી હતી.  (૪.૧૩)

(2:33 PM IST)