<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

ગાંધીગ્રામના પ્રવિણભાઇ મકવાણાનું હૃદય ધબકારા ચુકી જવાથી મોત

બહુમાળી ભવનમાં પ્‍યુન તરીકે નોકરી કરતાં હતાં

રાજકોટ તા. ૩૦: હૃદય રોગના હુમલાથી વધુ એક મૃત્‍યુ થયું છે. ગાંધીગ્રામ  ગંગેશ્વર મહાદેવ નજીક શેરી નં. ૨માં રહેતાં પ્રવિણભાઇ બચુભાઇ મકવાણા (ઉ.વ.૫૯) સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

પ્રવિણભાઇ બે ભાઇ અને એક બહેનમાં નાના હતાં. સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે. પોતે બહુમાળી ભવનમાં કોન્‍ટ્રાક્‍ટ બેઝ પર પ્‍યુન તરીકે નોકરી કરતાં હતાં. એકાએક શ્વાસ ચડયા બાદ તબિયત બગડતાં હોસ્‍પિટલે ખસડાયા હતાં. પરંતુ જીવ બચ્‍યો નહોતો. હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી હતી.

(2:33 PM IST)