<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

ભગવતીપરામાં પુર્વ મહિલા મિત્રએ ધમકાવતાં મયુરભાઇ ફિનાઇલ પી ગયા

સાતેક વર્ષ સાથે રહેલી મહિલા છોડીને જતી રહી પછી અચાનક આવી ત્રણ લાખ અથવા મકાન આપી દેવા કહ્યું

રાજકોટ તા. ૩૦: ભગવતીપરામાં રહેતાં રિક્ષાચાલક યુવાને ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં બી-ડિવીઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.

જાણવા મળ્‍યા મુજબ ભગવતીપરા-૧માં રહેતાં મયુરભાઇ રાતે સાડા બારેક વાગ્‍યે ફિનાઇલ પી જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. મયુરભાઇને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. પોતે રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે.

 મયુરભાઇના દિકરાએ કહ્યું હતું કે-મારા પપ્‍પાને અગાઉ જુનાગઢની મહિલા સાથે પરિચય થતાં બંને સાતે વર્ષ સાથે રહ્યા હતાં. એ વખતે મારા માતા તેના માવતર સુરત જતા રહ્યા હતાં. પણ આજથી સાતેક મહિના પહેલા આ મહિલા ઘર છોડીને પરત જતી રહી હતી. હવે તે ગઇકાલે આવી હતી અને પોતે રહેતી હતી ત્‍યારે ઘરમાં ત્રણ લાખનો ખર્ચ કર્યો હોઇ તે રકમ આપી દેવા અથવા ઘર ખાલી કરી દેવાનું કહી માથાકુટ કરતાં મારા પપ્‍પા ગભરાઇ જતાં આ પગલુ ભર્યુ હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

(2:35 PM IST)