<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

રાજકોટ કલેકટરના ૧૧ નાયબ મામલતદારોને ટુંકમાં પ્રમોશનઃતમામના સીઆર રીપોર્ટ મંગાવતું મહેસૂલતંત્ર

કાલે કલેકટરનું મહેસૂલ અપીલનું બોર્ડઃ ૩૦ જૂના કેસો અંગે સુનાવણી કલેકટર દ્વારા ૮થી૧૦ દિવસમાં રીપોર્ટ મોકલાશેઃ મામલતદારના પ્રમોશન આવશે

રાજકોટ, તા.,૩૦: રાજકોટ જીલ્લા કલેકટર તંત્રમાં ફરજબજાવતા ૨૦૧૨ની બેચના ૧૧ નાયબ મામલતદારોના પ્રમોશન આવી રહયા છે. ગાંધીનગરથી મહેસુલ ખાતાએ તમામ ૧૧ ના સીઆર રીપોર્ટ મંગાવ્‍યાનું અને ૮ થી ૧૦ દિવસમાં રીપોર્ટ મોકલી દેવા કલેકટરને પત્ર પાઠવ્‍યો છે.

કલેકટર કચેરીના સુત્રોએ ઉમેર્યા પ્રમાણે  કલેકટર તંત્રના ૧૧ નાયબ મામલતદારો સર્વશ્રી નીતા લાખાણી, હિરેન મકવાણા, માધવી ભટ્ટ, પ્રણવ આચાર્ય, સુવિધા રાઠોડ, જલ્‍પા બાલધા, હીર વજાણી, જય રાજાવડા, મહેન્‍દ્ર ભાલોડી, યોગીદાન ગઢવી, સોનલ મેઘાણીના સી.આર. રીપોર્ટ મંગાવાયા છે. કલેકટર તંત્ર આ રીપોર્ટ તૈયાર કરી રહયું છે. અને ૮ થી ૧૦ દિવસમાં વિગતો મોકલી આપશે. ત્‍યાર બાદ સંભવતઃ ઉપરોકત ૧૧ ને મામલતદારના પ્રમોશન આપશે.

દરમિયાન આવતીકાલે કલેકટરનું વધુ એક મહેસુલ અપીલના કેસોનું બોર્ડ મળશે. જેમાં જુના ૩૦ કેસો અંગે સુનાવણી હાથ ધરાશે તેમ સાધનોએ ઉમેર્યુ હતું.

(2:53 PM IST)