News of Tuesday, 30th September 2025
શ્રી આશાપુરા માતાજી મંદિર પેલેસ રોડ ખાતે રાજવી પરિવારની ઉપસ્થિતિમાં હવન

રાજકોટ : આસો સુદ નવરાત્રી નિમિતે માં આશાપુરા માતાજીના મંદિર, પેલેસરોડ ખાતે આજે મંગળવારે આસો સુદ ૮ ના રાજકોટ ઠાકોર સાહેબશ્રી માંધાતાસિંહજી તથા રાજકુમાર શ્રી રામરાજા તેમજ રાજવી પરિવાર દ્વારા સવારે વિદ્વાન કર્મકાંડી બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે હવનવિધિ કરવામાં આવી હતી.સવારથી જ મંદિરમાં પૂજન આરતીના ધમધમાટ સાથે દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી. સાંજે ૪.૩૦ કલાકે ઠાકોર સાહેબશ્રી માંધાતાસિંહજી તથા રાજકુમાર શ્રી રામરાજા તેમજ રાજવી પરિવાર દ્વારા હવનમાં બીડુ હોમવામાં આવ્યુ હતુ. માં આશાપુરાના જય જયકારથી મંદિરનું વાતાવરણ ભક્તિમય બની રહેલ. વિશાળ સંખ્યામાં માઇભકતોએ હવનના દર્શનનો લાભ લીધો હતો. તસ્વીરમાં નયનરમ્ય શણગાર સાથેની માતાજીની દિવ્ય મુર્તિ તેમજ મંદિર પરિસરમાં ચાલી રહેલ યજ્ઞવિધ અને દર્શનાર્થીઓની કતારો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(2:56 PM IST)










