<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

૪ વર્ષના ગણેશને તાવ ભરખી ગયોઃ મજૂર દંપતિમાં શોક

કોટડા સાંગાણીના બગદળી ગામે બનાવ

 

રાજકોટ તા. ૩૦: કોટડા સાંગાણી તાબેના બગદળી ગામે મહેશભાઇ ધીરૂભાઇ છૈયાની વાડીમાં રહી મજૂરી કરતાં મુળ મધ્‍યપ્રદેશના ભાયાભાઇ ભુરીયાનો પુત્ર ગણેશ (ઉ.વ.૬)નું તાવ આવવાને કારણે  તબિય બગડયા બાદ મોત થતાં મજૂર પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

ગણેશને ચારેક દિવસથી તાવ આવતો હોઇ આજે સવારે બેભાન થઇ જતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. તે એક બહેનથી નાનો હતો. આઠ દિવસ પહેલા જ ભાયાભાઇ ભુરીયા તેના પરિવારને લઇ એમપીથી અહિ ખેત મજુરીએ આવ્‍યા છે. માસુમ દિકરાના મોતથી તે તથા પરિવારજનો શોકમાં ગરક થઇ ગયા હતાં. કોટડા સાંગાણી પોલીસને જાણ કરવામાં આવતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.

(3:04 PM IST)