<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

મોટા દડવામાં બોગસ તબીબો સામે તપાસ કરવા આરોગ્‍ય અધિકારીને રજુઆત

જીલ્લા પંચાયતના મુખ્‍ય આરોગ્‍ય અધિકારીને રાવ કરતા રતાભાઇ આર. સોઢીયા

તસ્‍વીરમાં બોગસ તબીબ અંગે આધાર પુરાવા સાથે રજુઆત કરતા રતાભાઇ સોઢીયા નજરે પડે છે. 

રાજકોટ, તા., ૩૦: રાજકોટ-કચ્‍છના જાગૃત નાગરીક રતાભાઇ આર.સોઢીયાએ રાજકોટ જીલ્લા પંચાયતના આરોગ્‍ય અધિકારીને પત્ર પાઠવીને રાજકોટ જીલ્લાના મોટા દડવા ગામે ચાલતા બોગસ તબીબોના દવાખાનાની તપાસ કરવા આધાર પુરાવા, ચોક્કસ નામ સાથે રજુઆત કરીને યોગ્‍ય કરવા માંગણી કરી છે.

આરોગ્‍ય અધિકારીને કરેલી રજુઆતમાં રતાભાઇ સોઢીયાએ વધુમાં જણાવ્‍યું છે કે મોટા દડવા ગામે અમુક તબીબો લોકોના આરોગ્‍ય સાથે ચેડા કરે છે અને તબીબ ન હોવા છતા લોકોના આરોગ્‍ય સાથે રમત રમે છે. જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાય જાય છે. આ તબીબો દવાઓ આપે છે અને દર્દીઓને બાટલા પણ ચડાવે છે.

જેના કારણે દર્દીઓના રોગ મટવાના બદલે વધી જાય છે અને દર્દીનું જીવન પણ જોખમાય છે. ડીગ્રી ન હોવા છતા લોકોના આરોગ્‍ય સાથે ખીલવાડ કરતા આવા તબીબો સામે પગલા લેવા માટે અનેક લોકો દ્વારા અમોને રજુઆત પણ મળી છે. જેથી મેડીકલ ડીગ્રી ન ધરાવતા તબીબો સામે પગલા ભરવા રતાભાઇ સોઢીયાએ માંગણી કરી છે.

(3:12 PM IST)