<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

વરસાદી માહોલ વચ્‍ચે માતાજીની આરાધના કરતી ગોપીઓ

ડી. એચ. કોલેજમાં મેઘરાજા મન મુકીને વરસ્‍યા અને સરગમના આંગણે મહેમાનો ઉમટી પડ્‍યા

રાજકોટઃ સરગમ લેડીઝ કલબ આયોજિત ગોપી રાસોત્‍સવમાં રવિવારે વરસાદી માહોલ વચ્‍ચે પણ ગોપીઓએ માતાજીની આરાધના કરી હતી.  

નિર્ણાયક તરીકે નીલુબેન મહેતા, માયાબેન પટેલ, સોનલબેન બગડાઈ, કોમલબેન મહેતા સેવા આપેલ. રોજના ૩૦ ઈનામ આપવામાં આવતા હોવાનું જણાવાયું છે.

સિક્‍યુરીટી મન્‍સુર ત્રિવેદી પ્રસ્‍તુત મ્‍યૂઝિકલ મેલોડી કલર્સ ઓરકેસ્‍ટ્રા ધૂમ  મચાવી રહી છે. આ સંગીત સાથે મુંબઈના સિંગર હેમંત પંડ્‍યા ઉપરાંત પ્રિયા જોષી, ભાવના સોની, હેમાન્‍દ્રી ત્રીવેદી, અને નિલેષ પંડ્‍યા (રાજકોટ) માતાજીનાં ગરબા રજૂ કરશે. ધનસુખભાઈ ભંડેરી, મેયર નયનાબેન પેઢડિયા, વિનોદભાઈ પેઢડિયા, રાજુભાઈ ગોંડલિયા, કિરણબેન માંકડિયા, ધનશ્‍યામભાઈ પરસાણા, પ્રેમકુમાર અગ્રવાલ, હાર્દિકભાઇ દતાણી, સુભાષભાઇ સામાણી, કમલભાઈ ત્રીવેદી, ઘનશ્‍યામભાઈ ઝીબા ઉપસ્‍થિત રહ્યા હતા.

 કુંવરજીભાઈ બાવળીયા, ભરતભાઇ બોઘરા, માંધાતસિંહ જાડેજા, મૌલેશભાઈ પટેલ, યોગેશભાઈ પુજારા, કીરીટભાઈ આદ્રોજા, ઇન્‍દ્રનીલભાઈ રાજ્‍યગુરુ, પ્રભુદાસભાઈ પારેખ. કમલનયન સોજીત્રા, કશ્‍યપભાઈ શુક્‍લ, ગોવિંદભાઈ પટેલ, ચંદુભાઈ વિરાણી, ચમનભાઈ ઝવેરી, દિનેશભાઇ અમૃતિયા, જયેશભાઇ કથીરીયા, રમણીકભાઈ જ્‍વાણી, મનસુખભાઈ ઝાલાવાડીયા, હિમાંશુભાઈ નંદવાણા,ચંદુભાઈ પટેલ, મધુભાઈ પરમાર,કેતનભાઇ ચોટાઈ, મહેન્‍દ્રભાઇ નથવાણી, હાર્દિકભાઇ દતાણી, રમેશભાઈ લીંબાસિયા, ઈશ્વરભાઈ પટેલ, પરેશભાઈ પારેખ, ઉદયભાઇ પારેખ, ભવાનભાઇ રંગાણી, અશોકભાઇ ડોબરીયા, મયુરધ્‍વજસિંહ જાડેજા, વિજયભાઇ કારીયા, મગનભાઈ પટેલ, અરવિંદભાઈ પાટડિયા વગેરે મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે.

આ રાસોત્‍સવની સફળતા માટે ગુણવંતભાઈ ડેલાવાળા, મૌલેશભાઈ પટેલ, હરેશભાઈ લાખાણી, રાજેન્‍દ્રભાઈ શેઠ,કનૈયાલાલ ગજેરા, જયસુખભાઇ ડાભી, ધીરુભાઈ હિરાણી, હરેશભાઈ છોટાળા, ધીરેનભાઈ ઓઝા, વિનોદભાઇ પંજાબી, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, અલકાબેન કામદાર, ગીતાબેન હિરાણી, હર્ષાબેન પીઠડીયા, અર્ચનાબેન જોષી, ભાવનાબેન મહેતા, જયશ્રીબેન વ્‍યાસ જહેમત ઉઠાવી રહ્યા છે.(

(3:14 PM IST)