<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

સમસ્‍ત પ્રજાપતિ સમાજ માટે ગુરૂવારે ‘બાય બાય નવરાત્રી'

સહિયરના ગ્રાઉન્‍ડમાં સતત ૧૧માં વર્ષે આયોજન પાંચ હજાર ખેલૈયાઓ રાસે રમશે

રાજકોટઃ  સમસ (સમસ્‍ત પ્રજાપતિ સમાજ માટે SPYG ગ્રુપ દ્વારા સતત ૧૧માં વર્ષે દશેરાના દિવસે ગુરૂવાર, તા. ૨/૧૦ના રોજ રેસકોર્સ સહિયર ગ્રાઉન્‍ડ ખાતે ઁ‘‘બાય-બાય નવરાત્રી'' અતર્ગત એક દિવસીય  રાસોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે. રાસોત્‍સવમાં સમાજના બહેન-દીકરીઓ અને પરિવારના સભ્‍યોને પરંપરાગત વાતાવરણમાં માણવા આમંત્રણ અપાયુ છે. પ્રખ્‍યાત કલાકારો રાહુલ મહેતા, તેજસ શિશાંગીયા અને ચાર્મી રાઠોડના સુમધુર સ્‍વરે રાસની રમઝટ બોલાશે. સાથે જ વિજેતાઓ માટે લાખેણા ઇનામોપણ રાખવામાં આવ્‍યા છે.  પાસ મેળવવા સંતકબીર મેઇન રોડ (રાજન મેળવવા વેફર), ગ્રીનલેન્‍ડ ચોકડી (શિવનગર-૨, ચામુંડા ફ્‌લોર મિલ), નાનામવા રોડ (ટ્રેકોન કુરિયર), સાધુવાસવાણી રોડ, રૈયા રોડ, માંડા ડુંગર, ૧૫૦ ફૂટ રીંગ રોડ વગેરે  સ્‍થળોએથી રાસોત્‍સવના પાસ મેળવી શકાશે.કાર્યક્રમને સફળ બનાવવા અતુલભાઇ સુરાણી, રમેશભાઇ સોરઠીયા, વિકીભાઇ ટાંક,વિજયભાઇ મુલીયા, અનિલભાઇ મુલીયા, જાબલભાઇ કટકિયા, અનિલ ચોૈહાણ, આકાશ પ્રજાપતિ, કપિલ પ્રજાપતિ, કોૈશલ પ્રજાપતિ મંથન પ્રજાપતિ, અમિત પ્રજાપતિ, સંજય સરવૈયા, દિલીપ વેગડ, પ્રથમ પ્રજાપતિ, રોહિત પ્રજાપતિ સાગર પ્રજાપતિ, કલ્‍પેશ પ્રજાપતિ અને ભોૈતિક પ્રજાપતિ જય પ્રજાપતિ,મિતેન પ્રજાપતિ  સહિત અને યુવાનો સતત જહેમત ઉઠાવી રહ્યા છે.  (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા) 

(3:43 PM IST)