<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

ગુરૂવારે વિહિપ દ્વારા રેસકોર્ષમાં રાવણ દહન

સાંજે ૭ વાગ્‍યે આતશબાજી સાથે દિવાસળી મૂકાશેઃ મહોત્‍સવ સમિતિના અધ્‍યક્ષપદે કૌશિક સરધારા

વિહિપ પ્રેરિત વિજયદશમી મહોત્‍સવ સમિતિ દ્વારા તૈયાર કરાયેલ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના પુતળાની તસ્‍વીર. ઇન્‍સેટ તસ્‍વીરમાં મહોત્‍સવ સમિતિના અધ્‍યક્ષ કૌશિક સરધારાની છે. (તસ્‍વીર : સંદીપ બગથરિયા) (પ-રર)

રાજકોટ તા. ૩૦ :.. વિજ્‍યાદશમીનો ઉત્‍સવ એટલે આશુરી શક્‍તીનો નાશ અને સત્‍યનો વિજય. વિજ્‍યાદશમી શબ્‍દમા બે શબ્‍દો વિજય અને દશમી આવે છે. નવરાત્રીના નવ દિવસના અંતે દશમા દિવસને વિજ્‍યાદશમી એટલેકે દશેરા તરીકે ભારતભરમા ઉજવવામા આવે છે. વિહિપ દ્વારા તે દિવસે રાક્ષસ દહન કાર્યક્રમ થશે.

વિશ્વ હિંદુ પરિષદના આગેવાનો માવજીભાઇ ડોડીયા, હસુભાઈ ચંદારાણા, શાંતુંભાઈ રૂપારેલીયા, વનરાજભાઈ ગરૈયા, ક્રુણાલભાઇ વ્‍યાસ વગેરેની બેઠકમા સર્વાનુમતે નક્કી થયા મુજબ શ્રી દશેરા મહોત્‍સવ સમિતિ ના અધ્‍યક્ષ તરીકે શ્રી કૌશિકભાઇ સરધારાની નિમણુક કરવામા આવી હતી તેમ રાજકોટ વિભાગના સહમંત્રી પરેશભાઇ રુપારેલીયાએ જણાવ્‍યુ હતુ. કૌશિકભાઇ  ઉત્‍સાહી, સેવાભાવી અને છે. તેઓ દશેરા મહોત્‍સવ અંતર્ગત થતા તમામ ધાર્મીક, સામાજિક અને સંસ્‍ક્રુતીક કાર્યક્રમો મા તન, મન, ધન થી સેવા આપવા હમેશને માટે તત્‍પર હોય છે.

દશેરા મહોત્‍સવ

- ૨૦૨૫ ની થીમ

વિશ્વ હિંદુ પરિષદ પ્રેરીત શ્રી દશેરા મહોત્‍સવ સમિતિ દ્વારા આ વર્ષે દશેરાની થીમ નક્કી કરવામા આવી છે. જેમા હિંદુ સમાજમા રહેલા ભેદભાવો જેવાકે જાતીવાદ, ભાષાવાદ, ઙ્કાંત વાદ જેવા દરેક ભેદભાવો રૂપી આશુરી અને દુષ્ટ શક્‍તીઓનો નાશ થાય તે હેતુ થી રાવણ દહન કાર્યક્રમ યોજવામા આવશે. સમસ્‍ત સનાતની સમાજ સમરસ બને, એક બને, સમાન બને તથા તમામ પ્રકારના ભેદભાવો રહિત સમાજનુ નિર્માણ થાય તેવી દરેક પ્રભુ શ્રી રામને પ્રાર્થના કરીને સંગઠન દ્વારા પ્રયત્‍નો કરવામા આવી રહ્યા છે. રાજકોટમા છેલ્લા ઘણા વર્ષોથી વિશ્વ હિંદુ પરિષદ પ્રેરીત શ્રી દશેરા મહોત્‍સવ સમીતી દ્વારા વિજ્‍યાદશમીના તહેવારને ખુબજ હર્ષોલ્લાસથી ઉજવવામા આવે છે. આ ઉત્‍સવમા રાજકોટના રેસકોર્ષ મેદાનમા સુર્યાસ્‍તના સમયે રાવણ દહન કાર્યક્રમ રાખવામા આવે છે. જેમા રાવણની સાથે મેઘનાથ અને કુમભકર્ણના પુતળાનુ પણ દહન કરવામા આવે છે. ઉપરાંત આ દિવસે શષા પુજા અને ફાયર ક્રેકર્સ શો નુ પણ આયોજન કરવામા આવે છે. આ કાર્યક્રમમા હજારોની સંખ્‍યામા લોકો રાવણ દહન કાર્યક્રમને નિહાળવા અને માણવા ઉમટી પડે છે.

આ કાર્યક્રમ ને સફળ બનાવવામા વિહિપના અનેક કાર્યકર્તાઓ જેમકે ધનરાજભાઇ રાઘાણી, રવિંદ્રભાઇ બડગુજર, મિતાબેન સોમૈયા, રાજુભાઇ ઉમરાણીયા, નવીનભાઇ વાઘેલા, મનિશભાઇ વડેરિયા, હેનિલસિંહ પરમાર, હર્ષ મુથ્રેજા, જયદીપ વિસપરા, હર્ષ રાવલ, લલીતભાઇ ગોહેલ, દિનેશભાઇ ચારણીયા, ધ્‍વનીત સરવૈયા, સોનલબેન ચારણીયા, મનિષાબેન પંડ્‍યા, સુજલ પંડીત, રાજુભાઇ રાજપુત, સંજયરાજ સોલંકી, વૈશાલિબેન ડોબરીયા, પુર્વિશ વડગામા, વગેરે  સુરક્ષા વ્‍યવસ્‍થા, સ્‍ટેજ વ્‍યવસ્‍થા, શષ્‍ત્ર પુજા, ફટાકડા નુ પ્રદર્શન તથા મુખ્‍ય રાવણ દહન કાર્યક્રમ માટે તન, મન, ધન થી કામ કરી રહ્યા છે તથા તમામ કાર્યકર્તાઓમા હર્ષોલ્લાસ અને ઉત્‍સાહની લાગણી જોવા મળે છે તેમ રાજકોટ ઉતર જીલ્લાના મંત્રી વિનય કારીયાએ જણાવ્‍યુ હતુ. (પ-રર)

(3:48 PM IST)